________________
૨૫૦
શેઠ આવકની પેઢીને ઈતિહાસ - પિઢીએ લખેલા આ પત્રને દાંતાના મહારાજા તરફથી શું જવાબ મળ્યો તે તે દફતરમાંથી જાણી શકાતું નથી, પણ પેઢીએ લખેલ આ પત્ર એ વાતની સાક્ષી પૂરે છે કે તે પૈસાની સાચવણી માટે ત્યા યાત્રિકોની સુવિધાને માટે કેટલી સજાગ અને પ્રયત્નશીલ રહેતી હતી. (૪) શ્રી તારંગા તીર્થ :
આ સુપ્રસિદ્ધ તીર્થને વહીવટ ટીંબાના જૈન સંઘ પાસેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સંભાળી લેવા બાબતના સૌથી પહેલા પગલા તરીકે જે કાગળ રજૂ કરી શકાય તેમ છે તે નીચે મુજબ છેઃ
તા. ૨૪-૨-૨૦. મુકામ તારંગાજીથી મુની મતવિજયજી દેવગુરૂભક્તિકારક શેઠ આણંદજી કલ્યાણજી જોગ ધર્મલાભ પહોંચે.
હું બે માશથી શ્રી તારંગાજી રહેલો છું અને પહેલેથી પણ સદરહુ તીર્થ આવવાને તથા રહેવા માટે પ્રસંગ આવેલ છે. હાલમાં રીતસર હું તમને જણાવું છું કે, તારંગાઇ
ન શ્વેતાંબર તીર્થ કમીટી તારંગાજી તીર્થના હકકોનું રક્ષણ કરવા બીલકુલ સમર્થ નથી. આ તીર્થ ઉપર દિગંબરી ટ્રસ્ટીઓ તરફથી અત્યાચાર બહુ વધી પડયો છે. દીર્ગબરીઓએ સદરહુ તીર્થ ઉપર કાયદા વિરુદ્ધ અને જૈન શ્વેતાંબર તીર્થના હકો વિરુદ્ધ તેઓએ કેટલીક નવી દેરીઓ બનાવી છે અને પ્રતિમાજીઓના દેરા ઘસી નાખ્યા છે. જૈન શ્વેતાંબર કોમની લાગણી અઘેર રીતે દુબાવનારૂ કૃત્ય કમીટી ત્યા તેના નેકરેએ અટકાવ્યું નથી તેમ જ નવાં આવાં અપકૃત્ય થાય નહીં તેને માટે પણ ચગ્ય રીતે તેઓએ પગલાં લીધાં નથી અને જે આવી રીતે ચલાવી દેવામાં આવશે તે તારંગાઇ તીર્થને બહુ જ નુકસાન થવાનો સંભવ છે અને તીર્થના હકોને પણ હાનિ થશે અને ભવિષ્યમાં મોટા ઝઘડા થવાને સંભવ છે માટે તીર્થના સંરક્ષણ સારૂ થા તેના હકોની સંરક્ષા કરવા સદરહુ તીર્થની વ્યવસ્થા થા વહીવટ આણંદજી કલ્યાણજીના હાથમાં લેવાની જરૂર છે અને તેટલા માટે સારા માણસ મેકલવાની જરૂર છે. આ અત્યાચાર મેં જાતે
ચેલે છે અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈના સંધમાં આવેલા સાધુ મુનિ મહારાજને ત્યા બીજા જૈન ગૃહસ્થોને બતાવેલો છે તેમ જ તીર્થની આસપાસનાં ગામોવાળા ગૃહસ્થને બતાવેલ છે.
લીખીતંગ મુનિ મતવિજયજી પ્રતાપવિજયજીના શિષ્ય સહી દા. પિતે.
આ સહીની નીચે તારંગાજી જૈન શ્વેતાંબર તીર્થ કમીટીના સંખ્યાબંધ સભ્યની સહીઓ છે જે ઉકેલી શકાતી નથી.
આમાં પહેલી સહી કરનાર પ્રતાપવિજ્યજીના શિષ્ય મુનિ મેતવિજયજી કયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org