________________
કેટલાક બાદશાહી ફરમાને
૧૫૩ કરીને સેરઠ સરકારના કારભારીઓને નેધ લેવી ઘટે કે ભાનુચંદ્ર જેની (યતિ) તેમજ ખુશફહમને ખિતાબ ધરાવતા સિદ્ધીચંદ્ર ગુજારેલ અરજ મુજબ લેવાતા જિજિએ ઝકાત (જિજિયાવેર) ગાય, ભેંસ, નર અને માદા વગેરે જેવાં બીજાં જાનવરોની કતલ, મૃત્યુ પામેલાઓના માલ ઉપર જમાવાતે કબજે, લોકોની કરાતી કેદ અને શત્રુંજય પર્વત ઉપર માથાદીઠ સેરઠ સરકાર જે કર લેતા તે માફ અને મના ફરમાવ્યા છે. અમારી પ્રજા ઉપર અમે અત્યંત મહેરબાન છીએ તેથી મજકુર કાર્યોને, એક વધુ શુભ મહિના સુધી કે જેમાં અમારો જન્મ થયો છે, નીચે આપેલ વિગતો પ્રમાણે માફી ફરમાવીએ છીએ. સૌએ આજ્ઞા પ્રમાણે વર્તવું રહ્યું. તેનું ઉલ્લંઘન કે અવજ્ઞા કરવી નહીં તેમજ ત્યાંના વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની કાળજી લેવી, અને જ્યારે ભાનુચંદ્ર સિદ્દીચંદ્ર ત્યાં પહોંચે ત્યારે બન્ને મજકુર મહારથીઓનાં માન અને આમન્યા જળવાય એ રીતે વતીને તેઓ હાથ ધરે એ કામને પાર પાડવામાં સંપૂર્ણ સહકાર આપે કે જેથી તેઓ નિશ્ચિત મને શક્તિશાળી રાજ્યના અમરત્વને પ્રાર્થતા રહે. ઊના નામના પરગનામાં તેમણે પિતાના ગુરૂ હીરજીને (હિરવિજયસૂરિ) સ્થાપેલ છે તેને યથાવત્ રહેવા દે એ અંગે અવરોધ કે હરકત પેદા કરે નહીં. તા. ૧૪ માહે શહરીવર ઈલાહી વર્ષ ૫૦ (ઈ. સ. ૧૬૩૪).
(મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૮).
સનદ-૯
બાદશાહ ઔરંગઝેબનું ફરમાન (છે. કેમિસરીએટનાં પુસ્તકમાં ૨૦મા ફરમાન તરીકે આપેલ ફરમાનને અનુવાદ.)
સાહસભાઈ (સહસ્ત્રકિરણ)ના પુત્ર શાંતિદાસે લશ્કરી કામગીરી વખત ઘાસચારો પૂરો પાડીને પશંસનીય સેવા કરી હતી. એની કદર તરીકે ઔરંગઝેબે પાલીતાણુંશેત્રુંજા વગેરે શાંતિદાસને આપ્યા. ત્યાં ઉગતા ઘાસ શ્રાવકના પશુઓ સિવાય કોઈને પશુઓને ચરવાને અધિકાર નથી. ત્યાંના જલાઉ લાકડા ઉપર પણ શ્રાવકોને અધિકાર માન્ય રખાય છે. શેત્રુજાના વહીવટદારે ત્યાંની આવકનાં હકદાર છે.
તે ઉપરાંત જુનાગઢમાં આવેલ ગિરનાર, સિરોહી રાજ્યમાં આવેલ આબુ પણ - શ્રાવક કેમના શાંતિદાસને બક્ષવામાં આવે છે.
કેઈએ એમાં ડખલગીરી કરવી નહીં, અડચણે પેદા કરવી નહીં.
શાંતિદાસ સાથે અધિકારીઓને સહકાર સુલતાનની પ્રસન્નતા પ્રાપ્તિનું માધ્યમ છે એની સૌએ નેંધ લેવી.
દર વર્ષે નવી સનદની અપેક્ષા ન રાખે. આ સનદ કાયમી છે.
તા. ૧૦ માહે રજબ હિ. સં. ૧૦૭૦, (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૯ ). ૨૨૦ . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org