________________
શઠ આ કરની પેઢીને ઇતિહાસ કાયમી તિથિની આ યોજના કરવામાં આવી તે અગાઉ ૫૦-૬૦ વર્ષ પહેલાં પણ કેટલીક કાયમી તિથિઓ નેંધવામાં આવી હતી તેની હકીકત નીચે મુજબ છે. – સને ૧૯૨૧ માં રૂ. ૨૧૦૦ શા. વાલજી વેણીરાવે જમા કરાવ્યા હતા. સાડા છ
ટકાની લોન લઈને જે વ્યાજ આવે તે આ સુદ ૧૫ ના દિવસે છાપરિયાળીનાં હેરોને અનાજ થી કપાસિયા ખવરાવવામાં વાપરવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૦માં સુભદ્રાબહેન માણેકલાલ તરફથી રૂ. ૧૦૦૦ આવ્યા હતા. ૩% લોન
લઈ તેના વ્યાજમાંથી દર સાલ અષાઢ સુદ-૧૪ ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં
જાનવરોને ઘાસચારે નાખવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૧ માં ઊંઝા જૈન શ્વેતાંબર સંઘના સંઘવી વાડીલાલ છગનલાલે રૂ. ૧૦૦૧/
ભર્યા છે. ૩% લેન લઈ તેનું જે વ્યાજ આવે તે વૈશાખ સુદી ૧૩ ના રોજ છાપરિયાળી પાંજરાપોળમાં જાનવરોને ઘાસચારો નાખવામાં વાપરવું એવું નક્કી
કરવામાં આવ્યું હતું. – શેઠ લાલભાઈ હીરાચંદ રતનચંદે રૂ. ૧૦૦૧/ ભર્યા છે. ૩% લોન લઈ જે વ્યાજ
આવે તે માગસર સુદ ૩ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવરોને ઘાસચારે નાખવામાં વાપરવું એવું નકકી કરવામાં આવ્યું હતું. ચેટિલાની નેસના માથાભારે ચારણો :–
છાપરિયાળી ગામની એક સીમના છેડે ચેટિલા નેસના ચારણોને વસવાટ આવેલો છે. આ વસવાટ સાથે કેટલીક ખેડી શકાય અથવા પશુઓને ચરાવી શકાય એવી કેટલીક જમીન પણ આવેલી છે. આ જમીનની માલિકી છાપરિયાળી ગામની એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની છે આમ છતાં જૂના વખતમાં ક્યારેક (આશરે એકાદ સેકા પહેલાં) આ નેસના ચારણેએ પિતાના નેસની આસપાસની જમીનને કબજે આપમેળે લઈ લીધો અને તેમાં ખેતી કરવાની શરૂઆત કરી દીધી. આમ થવાને લીધે આ જમીન ઉપરના શેઠ આણંદજી કલ્યાણજીના માલિકી હક્કનો ભંગ થતે જ હતો અને તેથી આ માથાભારે ચારણ એ જમીન ખાલી કરી જાય એવાં કાયદેસરનાં સ્થા સમજૂતિના પગલાં ભરવાનું ચાલુ જ હતું. ક્યાંક મારા વાંચવામાં એવું પણ આવ્યું હતું કે આ નેસ ખાલી કરવા માટે આ માથાભારે ચારણેને રૂ. ૪૨૦૦ જેટલી રકમ આપવામાં આવી હતી. આ વાતને ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યું છે તે અત્યારે ખ્યાલમાં આવતું નથી. આ સમાધાનને કારણે ચેટીલાના માથા ભારે ચારણોએ થોડાંક વર્ષ માટે પિતાને નેસ અને તેની આસપાસની જમીન ખાલી કર્યા હતા પણ તે પછી થોડાંક વર્ષમાં જ પાછા ત્યાં આવીને વસી ગયા હતા અને આસપાસની જમીનને કબજે પણ લઈ લીધો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org