________________
પેઢીના કાર્યક્ષેત્રને થયેલા વિસ્તાર સારાભાઈના દાદા શેઠ મગનલાલ કરમચંદના નામે ચાલતાં સાત ટ્રસ્ટોનો વહીવટ પણ પેઢીને કરવાનું હોય છે. વિશેષમાં અમદાવાદનાં કેટલાંક જિનાલને વહીવટ પણ પેઢીને સંભાળી લે પડ્યા છે. આ ઉપરથી પેઢીનું કાર્યક્ષેત્ર સતત કેટલું વિતરતું રહ્યું છે તેને અછડતે ખ્યાલ હેજે આવી જાય છે. આમ છતાં આ કાર્યક્ષેત્રના વિસ્તારની મુખ્ય મુખ્ય વિગતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સમક્ષ રજૂ થાય તે મને જરૂરી લાગવાથી કેટલીક મળતી માહિતીના આધારે અહીં રજૂ કરવામાં આવે છે. (૧) શ્રી રાણકપુર તીર્થ-રાજસ્થાન
આશરે સાડા પાંચસો વર્ષ જૂના અને રાજસ્થાનના સાદડી ગામથી છએક માત્ર દૂર આવેલા આ તીર્થના કથળેલા વહીવટ અંગે સાદડીના સંઘના બે પક્ષેએ અમદાવાદના બે વગદાર પ્રતિષ્ઠિત સદગૃહસ્થ શેઠ શ્રી મગનલાલ સરૂપચંદ Wા શેઠ શ્રી લલ્લુભાઈ સુરચંદ ઉપર પોતપોતાના પક્ષના આગેવાનોની સહીઓથી જે બે પત્રો લખ્યા હતા તે નીચે મુજબ છે – પહેલો પત્ર :–“ શ્રી પાર્શ્વનાથાય નમઃ
સ્વતિ શ્રી અમદાવાદ મહાશુભ સ્થાને પૂજ્યારાધે સર્વ ઉપમા લાયક શેઠજી સાહેબ મગનલાલ સરૂપચંદ થા શેઠજી લલ્લુભાઈ સુરચંદ વિગેરે યોગ્ય શ્રી સાદ્રીથી લી. સાદ્રીનાં પંચનાં અમારા બેઉ તડવાળાના જુહાર વાંચજો. જત બીજુ આપને ઘણા દિવસ થયા રાણપરાજીના નામની દુકાનની લેણદેણ થા ઘરેણું ગાંડુ જંગમ સ્થાવર જે જે મીલકત છે તે કેઈનું અમારા બેઉ તડમાંથી સંભાલવાય છે નંઈ માટે બગાડ થાય છે ને અમારા બેઉ તડમાં વિખવાદ વધે છે માટે આજે આપેલા રૂપીઆ વિગેરેના નામ સદરહુ દુકાને બંધ રેવાથી થતા નથી. જેમાસુ પુરુ થવા પણ આવ્યું તે સાધુ પણ વિહાર કરશે. પછે અમારા માઝનમાં સંતોષ થે મુકેલ છે. તો આપ સાહેબ અમારા સાદ્રીના સંઘ ઉપર મહેરબાની કરી કાગળ દેખત અત્રે પધારશો. આ૫ આવેથી આ તીર્થનું કામ સુધરી જશે અને આપ આવી જે રીતે અમારો સંઘને બંદોબસ્ત કરશે તે કબુલ છે. તે વિષે બિલકુલ સંકા રાખશે નઈ. આ૫ આવી રીતે અમોને ફરમાવશે તેમાં કોઈ જાતને અમારે તકરાર કરે નઈ. અમે બેઉ તડવાલા ભેગા થઈ ઉપરને વિચાર કરી ખુશીથી તમને આ તીર્થનું સંભાળવું ભૂલાવી દઈએ છીએ. તમે રતનચંદ મગનલાલને મોકલેલ પણ તેનું શરીર ઘણું નરમ થઈ જવાથી રોગ વધવાથી તમારી તરફ મેકલેલ છે. માટે આ કાગળ દેખત આપ કઈ પણ જરૂર શેઠીયામાંથી આવજે. ફરી લખવું પડે નઈ. આપના આ તીર્થ ન થી માટે જે ધમ ...વળી આ સરતભેગે થવાને છે તે ઘણું આવશે. આપ પણ આવશે. તીર્થનું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org