________________
પેઢીના કાર્યક્ષેત્રને થયેલ વિસ્તાર
૨૪૭ અતે આપવામાં આવ્યા છે. આ તીર્થને અનેક ચિત્ર સાથે બહુ ટૂંકો પરિચય મેં “ભક્તિ અને કળાના સંગમતીર્થ રાણકપુર” એ નામની નાની પુસ્તિકામાં લખે છે. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છપાયેલે છે.) આ સિવાય આ તીર્થના પરિચય માટે મારા મિત્ર પં. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે લખેલ “રાણકપુરની પંચતીર્થી” એ પુસ્તક પણ જોવા જેવું છે. આ પુસ્તક ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ પ્રગટ કર્યું છે પણ ઘણાં વર્ષોથી તે અલભ્ય બની ગયું છે, એટલે એ જેમને જેવું હોય તેમણે એ કઈ પણ પુસ્તકાલયમાંથી જેવું જોઈએ. (૨) ગિરનાર તીથ:
પેઢીએ જે જે તીર્થોને વહીવટ જે તે ગામના કે શહેરના સંઘના કહેવાથી સંભાળી લીધું હતું તે કમમાં ગિરનાર તીર્થને વહીવટ સંભાળી લીધાની વાત બીજા નંબરે આવે છે અને તે ઘટના વિ. સં. ૧૯૯૩ની આસપાસ બની હતી.
આ તીર્થને વહીવટ પેઢીએ જૂનાગઢ સંઘના આગેવાનોના કયા પત્રના આધારે સંભાળી લીધો હતો તે અંગે તપાસ કરતાં જણાય છે કે આ તીર્થને વહીવટ સંભાળી લીધાને લગતા કાગળો દફતર નં-૨૪, ફાઈલ નં. પ થી પેઢીના દફતરખાનામાં સચવાયેલા છે તેમાંથી આ કાગળ મળતું નથી. આમ છતાં પહેલા ભાગની તૈયારી ચાલતી હતી ત્યારે આ ફાઈલ જોઈને મારી પુત્રી ચિ. માલતીએ જે કાચી નેધ કરી રાખેલી છે તે અહીં ઉદ્દધૃત કરવી મુનાસિબ લાગે છે. એ નોંધમાં નેધવામાં આવેલી વાત આ પ્રમાણે છે
તા. ૧૮/૫/૧૯૦૭ના શ્રી વીરચંદ ત્રિભવનદાસના પત્રથી (આ પત્ર કુલસ્કેપના એક પાનામાં લખાયેલો છે, પણ ફાટી ગયેલો છે.) જૂનાગઢના કારખાનાનું કામ પેઢીને સોંપી દેવા બાબત તેમને વિચાર જાણવા મળે છે. તા. ૨૪/૯/૧૯૦૭ના જેન વેતાંબર કોન્ફરન્સના પત્રમાં પણ પેઢી આ વહીવટ લે તે સારું એમ જણાવાયું છે. તા. ૨૫/૯ ના બીજા એક પત્રમાં જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી આવા શબ્દો લખાયા છે: “એક બાજુ રાજની વિરૂધતાને લીધે ડુંગરને આપણે કબજે ભયમાં છે. બીજી બાજુ તેને બચાવ કરવાના બાને પેઢીની આખી મિલક્ત ઉપડી જવાનો ભય છે. એવા અરસામાં તેના વહીવટને બંદેબસ્ત થવાની જરૂર છે.”
ઉપર આપેલ માહિતી આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સંભાળી લીધે તે અંગેની પૂર્વભૂમિકારૂપે ગણી શકાય. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી હસ્તક કઈ સાલમાં આવ્યું તેને નિર્દેશ કરે તે કોઈ પત્રવ્યવહાર કે બીજી કેઈ માહિતી આપતું સાહિત્ય હાલ ઉપલબ્ધ નથી. એટલે આવી કોઈ ચોકકસ સાલને નિદેશ અહીં કરી શકાયે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org