________________
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૨૦ આ પ્રસંગે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ શેડ ખાસ પધાર્યા હતા અને છાપરિયાળી પાંજરાપોળની આર્થિક રિથતિની વિગતો આપી પાંજરાપોળને વિકાસ ચાલુ રાખવા માટે નિધિની જરૂર ઉપર ભાર મૂક્યો હતો.
છાપરિયાળી પાંજરાપોળના સંનિષ્ઠ કાર્યકર શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતા જેસરથી ખાસ પધાર્યા હતા અને તેઓએ જીવદયાના કાર્યમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
શ્રી જે. આર. શાહ, શ્રી પ્રાણુલાલ કે. દેશી, શ્રી રાયચંદ નાનચંદ દેશી, શ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રી નગીનદાસ વાવડીકર, શ્રી કાંતિલાલ લીચંદ વિ.એ મૂંગા જાનેવને અભયદાન આપવા અનુરોધ કરતાં પ્રાસંગિક વક્તવ્ય કર્યા હતાં.
“આ પ્રસંગે જૈનસંઘના ટ્રસ્ટીઓએ થા વ્યક્તિગત ફાળો નોંધાવતાં એકાદ લાખને નિધિ થયો હતો.
“પર્યુષણના દિવસે માં જનસંઘમાં જીવદયાની જે ટીપ આવક થાય છે, તેમાંથી અડધી રકમ છાપરિયાળી પાંજરાપોળને મોકલી આપવાનું જુદા જુદા સંઘના ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે.”
છાપરિયાળી પાંજરાપોળના ખર્ચને પહોંચી વળી શકાય તે માટે પેઢીના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ કેટલા પ્રયત્નશીલ અને ચિંતિત હતા જે, “ધેધારી જૈનદર્શનના સને જુલાઈ ઓગસ્ટ ૧૯૮૪ના પૃ. ૮ પર છપાયેલા અહેવાલ પરથી જાણી શકાય છે. શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની છાપરિયાળી પાંજરાપોળ માટે અપીલ –
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત પાંજરાપોળ છાપરિયાળી ગામે (જેસર પાસે) ચાલે છે. આ પાંજરાપોળમાં મૂગાં, અશક્ત, બીમાર જાનવરોને કસાઈવાડે જતાં અટકાવીને નિભાવવામાં આવે છે આ પાંજરાપોળને નિભાવખર્ચ વધતા જાય છે. છેલ્લાં બે વર્ષમાં અનુક્રમે રૂ. ૩,૬૩,૭૮૫ની બેટ સંવત ૨૦૩૮માં આવેલી જે વધીને સં. ૨૦૩૯માં ૫,૫૪,૧૮૨ની થયેલ છે. ચાલુ સાલે ૮ લાખ જેટલું નુકસાન એકત્ર થયું છે. છેલ્લાં ચાર વરસથી ખાધને પહોંચી વળવા તથા ચાલુ નિભાવ ખર્ચ માટે હજુ રૂ. ૨૦ લાખનું ભંડોળ એકત્ર કરવું જરૂરી છે. આ રકમ બે રીતે સ્વીકારવામાં આવે છે. ૧. જીના કાયમી નિભાવ માટે રૂ. ૧૦૦૧ની મૂડી કાયમ રાખી તેના વ્યાજમાંથી મૂંગા અને એક ટંક ઘાસ નીરવાની તિથિ નોંધવામાં આવે છે. ૨. જીવદયામાં નાની મોટી તમામ રકમ સ્વીકારવામાં આવે છે.
હાલ આ પાંજરાપોળમાં ૨૫૦૦ થી ૩૦૦૦ જીવો નિભાવવામાં આવે છે. દાનની રકમને ચેક ડ્રાફટ “શેઠ આણંદજી કલ્યાણજી' નામની અમદાવાદની પેઢી ઉપર અગર શ્રી રાયચંદ નાનચંદ દોશી (દેવલાવાળા) ૪૭, શાંતિનગર, B–વીંગ, વાલકેશ્વર, મુંબઈ ૪૦૦૦૦૬ યા શ્રી નગીનદાસ વાવડીકરને મેકલવા શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ વિનંતી કરી છે.”
છાપરિયાળીના વહીવટમાં આવતી ખાદ પૂરી કરવા અંગે આશરે અડધી સદી પહેલાં સંધ જેગ અપીલ મ્હાર પાડવામાં આવી હતી તે માટે જુઓ પ્રકરણનું પૃ.નં. ૨૨૫.
(૮) આ અંગે ખેડૂતોએ તા. ૧૨-૮-૧૯૩૦ના રોજ જે વિસ્તૃત અરજીપત્ર લખ્યું હતું તેમને કેટલેક ભાગ આ પ્રમાણે છે:
..આ સિવાઈ આડોડીયા ડફેર જે લેકે શિકાર અને ચામડા ઉપરથી જ તેઓનું ગુજરાન ચાલે છે તેઓ ટોળાબંધુ વખતેવખત આવી ચડે છે અને જીવતાં મોટાં જાનવરને મારી તેના ચામડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org