________________
૧૮
પેઢીના કાર્યક્ષેત્રનો થયેલ વિસ્તાર જોગાનુજોગ કહો કે જૈન ધર્મ પ્રરૂપેલ સૂકમ અહિંસાની દષ્ટિએ કહો, એ વાતને એક સુભગ સંયોગ જ ગણવું જોઈએ કે પેઢીના કાર્યક્ષેત્ર વિસ્તાર લગભગ દેઢ વર્ષ પહેલાં અહિંસા અને કરુણા પ્રેરિત જીવદયા થા પ્રાણી રક્ષાના પરમોપકારી કાર્યથી છાપરિયાળી ગામમાં પેઢીએ સ્થાપેલ કાર્યાલયથી થયો હતો. આ માટે સવિસ્તર માહિતી ૧૭ મા પ્રકરણમાં આપવામાં આવી છે. પેઢીને માટે આ એક મંગળમય એંધાણ જ ગણાય. આ રીતે પેઢીના કાર્યક્ષેત્રના વિસ્તારની શરૂઆત થયા પછી એને કમે કમ કેટલો વિકાસ થતો રહ્યો છે તે અંગે “શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ” નામે પુરતકના ૧૬ મા પાને નીચે મુજબ નોંધવામાં આવ્યું છે–
શરૂઆતમાં પેઢીને કેવળ શ્રી શત્રુંજય તીર્થનો જ વહીવટ સંભાળવાને હતે. પણ પેઢીએ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની તેમ જ જરૂર જણાતાં શ્રીસંઘનાં તીર્થો વગેરેના હક્કોની સાચવણું કરવાની કામગીરી એવી સંતેષકારક રીતે સંભાળી કે જેથી શ્રીસંઘમાં એની ખૂબ નામના અને પ્રતિષ્ઠા થઈ અને એના પરિણામે, છેલ્લાં એંશી વર્ષ દરમ્યાન, નીચે જણાવેલ આઠ તીર્થસ્થાનોને વહીવટ, જે તે તીર્થના કાર્ય વાહકોએ, પેઢીને સુપરત કરી દીધો. (૧) શ્રી રાણકપુર-સાદડી તીર્થ, વિ. સં. ૧૫૩ માં. (૨) શ્રી જૂનાગઢ-ગિરનાર તીર્થ, વિ. સં. ૧૯૬૩ માં. (૩) શ્રી કુંભારિયા તીર્થ, વિ. સં. ૧૯૭૭ માં. (૪) શ્રી તારંગા તીર્થ, વિ.સં ૧૯૭૭ માં. (૫) શ્રી મક્ષીજી તીર્થ, વિ. સં૧૯૭૭માં. (૬) શ્રી શેરિસા તથ, વિ. સં. ૧૯૮૪ માં. (૭) શ્રી મૂછાળા મહાવીર તીર્થ, વિ. સં. ૨૦૨૦ માં. (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમંદિર, વિ. સં. ૨૦૨૪ માં.”
ઉપર આપેલી યાદી ઉપરાંત શ્રી સમેતશિખરજીના પવિત્ર પહાડના માલિકીહક્કને આ દસ્તાવેજ પણ પેઢીના નામે કરવામાં આવ્યું છે વળી અમદાવાદના શેઠ અંબાલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org