________________
પૂ ર વ ણી
(પાલીતાણા પાંજરાપેાળની વિગતા )
જીવદયાની પ્રવૃત્તિને વેગ આપવા માટે અને સાકાર કરવા માટે શેઠ આણુ છ કલ્યાણજીની પેઢી તરફથી પાલીતાણામાં પણ એક નાની સરખી પાંજરાપેાળ નિભાવવામાં આવે છે, આ પાંજરાપોળના વડા પાલીતાણા શહેરમાં આવેલ વર્ષીતપનાં વડાની સામે આવેલ છે. તા. ૩૦-૧-૧૯૦૨ ના એક સરકારી કાગળમાં જણાવ્યા પ્રમાણે આ વડાનુ` ક્ષેત્રફળ ૧૩૦૧-૨૧ ચા. મી. જેટલુ આપ્યું છે. આના સર્વે નબર ૧૩૩૭૫ છે. તેથી એમાં તત્કાલ બહારથી આવેલાં ૩૦-૪૦ પશુઓને રાખી શકાય છે અને જ્યારે પશુઓની સખ્યા કાઈ કારણસર વધી જવા પામે છે ત્યારે વધારાનાં પશુઓને ટૂંક મારફ્ત છાપરિયાળી પાંજરાપાળમાં મેાકલી આપવામાં આવે છે.
શરૂઆત :—
આ પાંજરાપાળની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી તે અંગેના કાઈ દસ્તાવેજ પેઢીના તરમાંથી મળી શકયો નથી પણ એટલુ તા ચેાક્કસ છે કે ઉપર સૂચવેલ સરકારી કાગળમાં તા. ૩૦-૧-૧૯૦૨ નાંધવામાં આવી છે. તે ઉપરથી એમ કહી શકાય કે, પાલીતાણાની આ પાંજરાપોળ સને ૧૯૦૨ પહેલાં અસ્તિત્વમાં આવી ગઈ હતી. અને તેનેા વહીવટ શેઠે આણુ જી કલ્યાણુની પેઢીની પાલીતાણા શાખા હસ્તક હતા.
નવુ. ટ્રસ્ટડીડ :~
ગુજરાત રાજ્યના સને ૧૯૬૦ ના ‘લેન્ડ સીલીગ એકટમાં સને ૧૯૭૪માં જે સુધારા કરવામાં આવ્યા હતા તેને અમલ ગુજરાત રાજ્યમાં થતા છાપરિયાળી પાંજરાપાળ માટે એક જુદું. ટ્રસ્ટ કરવાની શેઠ આણુંજી કલ્યાણુજી પેઢીની પાલીતાણા શાખાને ફરજ પડી હતી એટલે નવા ટ્રસ્ટનું નામ શેઠ આણુંદજી કલ્યાણજી છાપરિયાળી પાંજરાપાળ ટ્રસ્ટ” એ રાખીને એક સ્વત ંત્ર ટ્રસ્ટ ડીડ તા. ૨૬-૬-૧૯૭૬ના રોજ અમદાવાદની ચેરિટી કમિશ્નરની કચેરીમાં રજીસ્ટર કરાવવામાં આવ્યું અને ટ્રસ્ટડીડમાં જણાવ્યા પ્રમાણે, આ ટ્રસ્ટડીડનેા અમલ કરવાની સત્તા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ૯ ટ્રસ્ટીઓ ( વહીવટદાર પ્રતિનિધિ )ને આપવામાં આવી. આના ભાવાર્થ એ સમજવા કે આને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક જ રહ્યો. આ નવા ટ્રસ્ટને રજિસ્ટ્રેશન નંબર પાલીતાણા એ-૧૫૯૧ છે અને એને હિસાબ દર વર્ષે તપાસાવીને પેઢીના હિસાબ સાથે મૂકવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org