________________
૨૨૦
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ – છાપરિયાળીના જમાદાર ત્થા પિોલીસ પટેલને રૂ. પાંચનું તેમજ રબારી બેચર મેઘાને
માસિક રૂ. ૨નું પેન્શન આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૦૯ માં પાલીતાણા ઢોરને પાવા માટે તેલ મણ ૧૫ રૂ. ૧૧૦નું લેવા
મંજૂરી આપવામાં આવી હતી. – ઈ. સ. ૧૯૦૯માં પાલીતાણા પાસે આવેલ ઈયાવેજ ગામમાં ઢોરને પાણી પાવા
માટેને હવાડો કરવા સારુ રૂ. ૬૫ સાધારણ ખાતે લખી આપવાનો ઠરાવ કરવામાં આવ્યા હતા. છાપરિયાળીમાં આવેલું ખોડા ઢોરનું કારખાનું નભી શકે માટે બીજી પાંજરાપોળ કે બીજાં બહારગામનાં મહાજન પાસેથી જાનવર દીઠ આ પ્રમાણે રકમ લેવાનું નક્કી કરવામાં આવ્યું. બે રૂપિયા મોટા ઢોરના, એક રૂપિયા નાના ઢોરને અને અડધે
રૂપિયે દરેક બેકડા અથવા ઘેટાને. – છાપરિયાળી પાંજરાપોળની ઘાસની ગંજી ઉપર છાપરા કરાવવા માટે રૂ.
૧૧૬૮૩–૧૫-૦ નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૨ માં ગુજરાતના પાનસર તીર્થ માટે ત્રણ બળદ આપવાનું નક્કી કર
વામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૩ માં છાપસ્થિાળીનાં મુનિએ કઈક કસૂર કરવાથી એના પગારમાં રૂ.
પાંચનો ઘટાડો કરવાનું ઠરાવવામાં આવ્યું. – બહારવટીયાઓએ ક્યારેક ભાવનગર રાજ્યનું લેરા ગામ ભાંગ્યું એ ઉપરથી ચિંતિત
થઈને છાપરિયાળી ખાતે રૂ. ૭૫ની કિંમતની ત્રણ બંદુકો વસાવવાનું નક્કી કર
વામાં આવ્યું હતું. – સૌરાષ્ટ્રમાં આવેલ સેનગઢ ગામ નજીક આવેલ નરસિંહ મહેતાના હવાડાને જોડવા
માટે છાપરિયાળીથી એક બળદ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં છાપરિયાળીમાં રાખવામાં આવેલ જનાવરના ડેકટરે પિતાને ત્યાં આવેલ જાનવરની દવા ફી લીધા વગર કરવી પણ જાનવરને
જેવા માટે બહારગામ ન જવું એવું નકકી કરવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૩માં છાપરિયાળી પાંજરાપોળમાં આખુ ગાડું તેલાય તે કાંટે ખરીદવા
માટે રૂ. ૫૦૦) મંજૂર કરવામાં આવ્યા. – ઈ. સ. ૧૯૧૫ માં મિ. પી. એસ. કંસારાની છાપરિયાળીના ઢેરના ડેકટર તરીકે
માસિક રૂપિયા બાવીસના પગારથી નિમણુક કરવામાં આવી અને એમને મદદ કરવા માટે માસિક રૂ. ૬ના પગારથી એક માણસ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org