________________
૩૦.
-
શેઠ આ૦ કદની પેઢીના ઇતિહાસ - તા. ૯-૧૦-૧૯૧૯ના રોજ રાણકપુરજીનાં ઢોર માટે રૂ. ૧૭૪-૬-૦ ઘાસ ખરીદ
વાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૧૧-૫-૧૯૪૦ ને એક ઠરાવ જણાવે છે કે મક્ષીજીના ઘાસનું બજેટ રૂ. ૭૫/
હતું પણ ઘાસની અછતના કારણે રૂ. ૧૨૫/ ખર્ચ થવા સંભવ છે માટે બીજા ' વધારાના રૂ. ૪૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
તા. ૩૧-૧૧-૧૯૪૦ ના રોજ એવી દુરદેશી દાખવવામાં આવી હતી કે ચાલુ સાલે દુષ્કાળ હોવાથી છાપરિયાળીમાં ઢોરોની સંખ્યા વધારે છે, તેમ જ આજુબાજુનાં ગામડાંમાંથી વધુ ઢોરો આવવાને સંભવ છે માટે ટેકમાં વીસ લાખ પાઉન્ડ ઘાસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જીવદયા માટે મળેલું દાન:-જીવદયા માટે મળેલા દાનના દાખલા નીચે મુજબ છે. - તા. ૧૧-૨-૧૯૧૩ના રે જ જીવદયાના દેવાના રૂ. ૭૪૧૩૬/ ભરપાઈ કરી શકાય
એટલું દાન સ્વ. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈના નામે આપવાની અમદાવાદના - શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈએ દરખાસ્ત કરેલી છે એને સ્વીકાર કરવામાં
આવ્યો હતો. --- તા. ૧૩-૬-૧૯૨૧ ના રોજ અમદાવાદના શાહ મૂલચંદ સાંકળચંદ પાસેથી ધી
અમદાવાદ જીનીંગ એન્ડ મેન્યુફેકચરીંગ કું. લી. ના સાત શેરે ભેટ લેવા અને દર વર્ષે જે વ્યાજ આવે તે એમને ત્યાં એમની દીકરી કાન્તાને આપવું અને એ બન્નેની હયાતી બાદ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવને ઘાસ થા દાણ આપવામાં વાપરવું એવું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૨૫-૧૧-૧૯૨૧ના રોજ એવો ઠરાવ કરવામાં આવ્યો કે શ્રી વાલજીભાઈ
વેણીરાવ નામના સંગ્રહસ્થે રૂ. ૨૧૦૦ જમા કરાવ્યા તેનું સાડા છ ટકાની લોનમાં રોકાણ કરી જે વ્યાજ આવે તે દર આસો સુદ પૂનમના રોજ છાપરિયાળીનાં
ઢારોને ઘાસ થા કપાસીયા ખવડાવવામાં વાપરવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૪-૫-૧૯૨૩ના રોજ વઢવાણના મહાજને ૨૫૦ જેટલાં ઢોરને રાખવા માટે - પાંચ વર્ષ માટે વાર્ષિક રૂ. ૧૫૦૦ ચૂલાવેરો છાપરિયાળી પાંજરાપોળમાં આપ
વાનું કહ્યું હતું તેને સ્વીકાર કરવામાં આવ્યો હતો. – તા. ૧૫-૯-૧૯૨૩ના રોજ લીમડીના મહાજન પાસેથી એમની માંગણી મુજબ
દર વર્ષે રૂ. ૧૫૦૦ લઈ એમની પાંજરાપોળનાં ૨૦૦ ઢોર છાપરિયાળીમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org