________________
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
66
‘વિશેષ સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણા તાબે છાપરિયાળી ગામે અમારા તરફથી એક માટી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેમાં લગભગ પંદરસા જાનવરો રહે છે. સદરહુ પાંજરાપોળને વાર્ષિક લગભગ ૪૫,૦૦૦ રૂ.નુ ખર્ચ થાય છે ને જ્યારે ઉપજમાં શ્રી શત્રુ'જયની જાત્રાએ આવનાર જૈન ભાઈએ જે થાડી ઘણી રકમ આપે છે તે ત્યા અમદાવાદની અમુક જ્ઞાતિએ તરફથી મરણ પાછળ ચેાથની અમુક રકમ આપવામાં આવે છે તે મળી આશરે રૂપીઆ બાર હજારની છે, આ સ્થિતિમાં સદરહુ પાંજરાપાળને નિભાવતાં આશરે રૂપિયા બે લાખનું કરજ થઈ ગયેલ છે,
૨૬
“સદરહુ પાંજરાપાળના વહીવટમાં નાકર આદિ ખર્ચમાં બને તેટલું ઓછું કરવા અમેાએ તજવીજ કરી છે પરતુ જાનવરાની માટી સંખ્યાને લીધે ઉપજ ખર્ચ પુરતી નહી હોવાથી કરજની રકમ દિવસે દિવસે વધતી જાય છે. સદરહુ કરજમાંથી જેટલે અંશે મને તેટલે અંશે મુક્ત થવા માટે આપને વિનંતિ કરવાની કે હાલમાં આપણા પવિત્ર પર્વાધિરાજ શ્રી પયુષણ પર્વ આવે છે; અને તે પવિત્ર દિવસેામાં આપ સૌ યથાશક્તિ દાન કરેા છે તેા સદરહુ પવિત્ર દિવસેામાં આપને ત્યાંના સ`ઘ એકઠા કરી છાપરિયાળી પાંજરાપાળની કરજવાન સ્થિતિ સઘ સમસ્તને જણાવી મુંગાં પ્રાણીઓને નિભાવ અર્થે જેટલી અને તેટલી વધારે નાણાની મદદ કરવા પ્રયત્ન કરશેા, અને આપના ગામને શેાભે તેવી માટી રકમ એકઠી કરી અમારી અમદાવાદની પેઢીને અગર સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણાની પેઢીએ માકલી આપી આભારી કરશે. આવા મહાન કામ માટે આપને વિશેષ લખવાની અમને જરુર લાગતી નથી.
આપના તરફથી નાણા આવ્યે તેની છાપેલી ન ખરવાળી હેાંચ મેકલવામાં આવશે. ’ ભગુભાઈ ચુનીલાલ ચીમનલાલ લાલભાઈ વહીવટદાર પ્રતિનિધિ ’
સી. દે
મેનેજર,
આ અપીલ ઉપરથી એટલું તો જાણી શકાય છે કે છાપરિયાળીની પાંજરાપેાળમાં પંદરસો જેટલાં પશુએ રાખવામાં આવતાં હતાં અને એના નિભાવ માટે રૂ. ૪૫,૦૦૦ જેટલુ ખર્ચ થતુ હતુ.
66
આ પહેલાં તા. ૩૦-૧-૧૯૩૧ના રોજ પણ આનાથી ઘેાડીક ‘માટી’ પણ લગભગ આ જ મતલખની જૈન સઘ જોગ અપીલ શેઠ શ્રી પ્રતાપસિંહ માહેાલાલભાઈ ત્યા શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ એ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી ઠેર ઠેર માર્કલવામાં આવી હતી તે ઉપરથી એટલુ જાણી શકાય છે કે છાપરિયાળી પાંજરાપાળમાં આવક કરતાં ખર્ચમાં કેટલા બધા વધારો થયા હતા અને એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિએ ટલા ચિંતિત અને સક્રિય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org