________________
ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન
૧૮૭ શ્રાવક-શ્રાવિકાના ખાતામાંથી રૂ. ૨, દર મહિને મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - સને ૧૯૧૧ માં ભાવનગરના શા. કુંવરજી આણંદજીએ તે તરફનાં ૯૮ ગામનાં ૫૬૦
ઘરને મદદ આપવા લાયક બતાવ્યાં તેમને મદદ તરીકે રૂ. ૫૦૦૦ આપવાનું નક્કી
કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧માં શ્રાવક-શ્રાવિકા ખાતે રૂ. ૫૦૦૦ મંજૂર કરવામાં આવ્યા. – સને ૧૯૧૨ માં ધંધુકા તાલુકામાં સીજાતા જૈનોને મદદ કરવા રૂ. ૩૭૫ વકીલ ડાહ્યા
ભાઈ પ્રેમચંદને આપવાનું કરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૨ માં દુષ્કાળ અંગે સજાતાં શ્રાવક-શ્રાવિકાને મદદ આપવાને સારુ રૂ. ૧૦૦૦) પાલણપુરથી મારવાડમેવાડ માટે મંજૂર થયા, રૂ. ૫૦૦૦ પાટણ, રાધનપુર, વીરમગામ ત્થા ભાવનગર–શેઠ કુંવરજી આણંદજીએ આપેલાં ગામ સિવાયના કાઠિયા
વાડના ભાગને, રૂ. ૫૦૦૦/ બીજા પરચુરણ ગામને સારુ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૨ માં રૂ. ૩૦૦૦/ સીજાતા શ્વેતાંબર જૈનોને મદદ કરવાને સારુ શા. કુંવરજી
આણંદજીને મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં કાઠિયાવાડમાં થયેલી અતિવૃષ્ટિને કારણે કેટલાંક ગામને ભારે નુકસાન થયું છે. તે માટે તેવા ગામમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક લોકોને મદદ માટે
શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૧૦,૦૦૦ આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં ચુણેલના શાહ સામલદાસ ભુરાભાઈએ ચુણેલની આસપાસના વિસ્તા
રમાં શ્રાવકોને સહાય કરવા માટે રૂ. ૧૦૦૦ની મદદની કરેલ માંગણી મંજૂર કર
વામાં આવી હતી. – સને ૧૯૧૩માં પાલીતાણાના માજી કિલીદારના દીકરાની વિધવા ત્થા દીકરાના દીકરાની વિધવાને તા. ૧-૧-૧૪ થી શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને રૂ. ૫/ બાર માસ
માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૪માં પ્લેગમાં ગુજરી ગયેલા અમથાલાલ કરમચંદની વિધવાને નાના
દીકરાને ભણાવવા માટે દર માસે રૂ. ૫/ એક વર્ષ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવા અને પ્લેગમાં નેકરી બજાવી છે તે માટે રૂ. ૧૫ એલાઉન્સ આપવાનું નક્કી
કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૬ માં સાવરકુંડલાના રહીશ ખાખરા નથુ કમલશીને શ્રાવક-શ્રાવિકા ખાતે
લખી રૂ. ૧૦/ મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org