________________
૨૦૦.
શેઠ આવકની પેઢીને ઇતિહાસ શ્રી માંગીલાલજીની માગણી ઉપરથી શરૂ કરેલે. પ્રથમને અંદાજ રૂ. ૫૦,૦૦૦.૦૦ ની આસપાસને હતું, જેમાં તેમણે રૂપિયા ૨૫,૦૦૦.૦૦ આપેલા પરંતુ કામ હાથ પર લીધા પછી એ વધુ નીકળતાં ખર્ચ લગભગ સવા લાખ રૂપિયા જેટલું થયેલું. શ્રી માંગીલાલજીએ બીજા રૂપિયા ૨૫,૦૦૦.૦૦ આપેલા. આ જીર્ણોદ્ધારનું કામ સને ૧૯૫૮માં પૂરું થયું હતું, પરંતુ ધારાવ સંઘના ઝઘડાને લીધે એની પ્રતિષ્ઠા થઈ શકી ન હતી. સંઘના આગેવાને અવારનવાર આ તીર્થને વહીવટ લઈ લેવા શેઠ આણંદજી કલ્યાણજીને વિનંતી કરતા હતા. શેઠ આણંદજી કલ્યાણજીની નીતિ નવા કેઈ તીર્થને વહીવટ ન લેતાં ત્યાંના વહીવટદારને મદદ કરવાની હોવાથી પેઢીએ એનો વહીવટ લીધેલ નહિ. જીર્ણોદ્ધાર થઈ ગયેલ હોવા છતાં પણ, અંદર અંદરના ઝઘડાને લઈને, પ્રતિષ્ઠા થઈ નહિ, એટલે છેવટે સને ૧૯૫માં પેઢીએ એ તીર્થને વહીવટ સંભાળી લીધું અને સને ૧૯૬૯ માં પ્રતિષ્ઠા કરાવી. જીર્ણોદ્ધાર અંગે પેઢીને પિણે લાખ રૂપિયા ખર્ચ થયો હતો, જ્યારે પ્રતિષ્ઠામાં આપણને સવા બે લાખ રૂપિયા જેટલી ઉપજ થઈ હતી.” (૫) શ્રી તારંગા તીર્થ :
તારંગા તીર્થના જીર્ણોદ્ધારની બાબતમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પિતાના તા. ૭-૩-૭૬ના નિવેદનમાં (પૃ. ૧૭ માં) આ પ્રમાણે કહ્યું હતું કે –
તારંગા તીર્થનું મંદિર પ્રાચીન સ્થાપત્યને એક અજોડ નમૂને છે. સમયાનુસાર તેમાં ઘણું ફેરફાર થયા હતા, મંદિર ઊભું તો રાખ્યું, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. મેં અને મારા સાથીઓએ મંદિરના એક ભાગ ઉપરનો ચૂને ઉખડાવીને જોયું તે નીચે ઊચા પ્રકારનું શિલ્પ માલૂમ પડ્યું. જેથી તેને જીર્ણોદ્ધાર સને ૧૯૬૩ માં શરૂ કર્યો. અત્યાર સુધીમાં એમાં રૂ. ૧૨,૬૦,૦૦૦ ખર્ચ થયો છે, અને હજુ દેઢેક લાખ રૂપિયા ખર્ચ થવા સંભવ છે. મુખ્ય દરવાજાનું કામ પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે.”
શેઠશ્રી કસ્તૂરભાઈના ઉપર્યુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ શ્રી તારંગા તીર્થના જીર્ણોદ્ધારમાં ચૌદ પંદર લાખ રૂપિયા જેટલું જ‘ગી ખર્ચ થયું છે પણ એ તીર્થનાં દર્શન કરનારને એની શિલ્પકળા જોયા પછી એમ લાગ્યા વગર રહેતું નથી કે આ ખર્ચ પૂરે પૂરું લેખે લાગ્યું છે. આ ઉપરાંત શિખરના ભાગમાં ચઢવાની સીડીના સ્થાનમાં પણ ફેરફાર કરીને એને નવું રૂપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ તીર્થ વધુ શોભાયમાન બને એ માટે પણ જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે અને એ માટે આવશ્યક ખર્ચ કરવામાં આવે છે. (૬) શ્રી શત્રુંજય તીર્થમાં થયેલ જીર્ણોદ્ધાર :
શ્રી શત્રુંજય મહાતીર્થમાં કરવામાં આવેલ જીર્ણોદ્ધાર અંગેની માહિતી ૧૨ મા પ્રકરણમાં પૃ. ૧૩૭ થી ૧૩૮ માં વિસ્તારથી આપવામાં આવી છે એટલે એને અહીં બેવડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org