________________
શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આ સંસ્થાની સ્થાપના થયે લગભગ અડધી સદી વીતી જવા છતાં એનું કાર્યાલય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં જ રાખવામાં આવ્યું છે. તે ઉપરથી તેમજ આ સંસ્થાની નીચે જણાવેલ જિનમંદિરના જીર્ણોદ્ધારની કામગીરી ઉપરથી એમ જરૂર કહી શકાય કે આ સંસ્થા દ્વારની બાબતમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની એક પૂરક સંસ્થા તરીકે કામગીરી બજાવી રહી છે. જે પ્રશંસનીય તેમજ અનુકરણીય છે. કામગીરી :
કમિટીના ૪૯મા રીપોર્ટમાં પૂ. આચાર્ય મહારાજે ત્યા પૂ. મુનિ મહારાજને સહાય મેકલવા માટે જે વિનંતી કરવામાં આવી છે તેમાં કમિટીની અત્યાર સુધીની કામગીરીને ખ્યાલ નીચેના શબ્દોમાં આપવામાં આવ્યું છે.
- “અત્યાર સુધીમાં કમિટીએ પ૧ દેરાસરેના જીર્ણોદ્ધારનાં કામ મંજૂર કરેલાં તે પૈકી ૪૩ દેરાસરોને જીર્ણોદ્ધારનાં કામ પૂરાં થયાં છે. અને ૮ દેરાસરનાં કામ ચાલુ છે તે માટે કમિટીએ મંજૂર કરેલાં રૂ. ૪૪,૨૨,૦૬૫-૭૪ માંથી રૂ. ૪૪,૨,૦૬૫–૭૪ ખર્ચાયા છે અને રૂ. ૨૦,૦૦૦-૦૦ ચાલુ કામ માટે ખર્ચવાના છે.
કમિટી તરફથી ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ થાય છે. નાણુને કઈ પ્રકારને ગેરવ્યય થતે બંથી એટલું જ નહિ પણ કરકસરથી એકસાઈપૂર્વક દેખરેખ નીચે કામ કરવામાં આવે છે. ઘણાં ગામના સંઘેએ કમિટીના કામથી સંપૂર્ણ સંતોષ દાખવ્યું છે. મુનિ મહારાજે પણ યથાશક્તિ મદદ અપાવે છે.”
ઉપરના લખાણ ઉપરથી જોઈ શકાશે કે અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટી અને ફંડ' નામે સંસ્થા દેશભરનાં દેરાસરેના જીર્ણોદ્ધાર માટે કેવી ઉપયોગી કામગીરી બજાવી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org