________________
ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકંપાદાન
૧૮૯ કરેલ છે તે મદદ આપવા લાયક છે માટે તેને એનાં બાળકે મોટાં થાય ત્યાં સુધી
રૂ. ૧૦/ દર માસે શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૨ માં દેવગામના રહીશ શા. વાલજી કાનજી ત્યાં તેની સ્ત્રી ત્થા દીકરો ત્રણે
આંધળાં હોવાથી તેમને દર માસે રૂ. ૮ની મદદ આપવામાં આવતી હતી પણ તે ગુજરી ગયા પછી પણ તેવી રીતે મા ત્યા દીકરો આંધળાં હોવાથી દર માસે રૂ. ૮)
મદદ તરીકે અપાતા તે ચાલુ રાખવા એવું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૩ માં જામનગર તાબેનાં ૬૪ ગામ ગઈ સાલ વરસાદ ન આવ્યા હેવાથી
દુકાળને લઈને દુઃખી થાય છે તે એમને મદદ મોકલવા માટે રાયચંદ ધરમસીના
પત્ર ઉપરથી રૂ. ૫૦૦૦/ મદદ તરીકે મોકલવાનું ઠરાવ કરવામાં આવ્યા હતા. – ૧૯૨૫માં ખંભાતના અંધ શા. ગાંડાભાઈ પિપટચંદને મદદરૂપે રૂ. ૧૦/ આપવાની
મંજૂરી આપવામાં આવી હતી. – ક્યારેક ભાવનગર-પીંગળીના રહીશ શા. બાઉચંદ પ્રાગજીની મદદ મેળવવાની અરજી
થઈ. અરજદારની સ્થિતિ જોઈને તેમને રૂ. ૮ દર માસે આપવાની મંજૂરી આપ
વામાં આવી હતી. – સને ૧૯૨૫ માં દેત્રોજ (વિરમગામ)નાં બે બાળકે રતિલાલ અને તુલાલ પ્રભુદાસને રૂ. ૬૦/ મદદન આપવાનું અને એની ફઈને માસિક ૫/ આપવાનું નક્કી
કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૭માં કુદરતી હોનારતના ભોગ બનેલ દુઃખી થયેલ શ્રાવક ભાઈઓને મદદ
આપવા શેઠ પ્રતાપસિંહ માહોલાલભાઈ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ અને વકીલ કેશવલાલભાઈ પ્રેમચંદની કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. – સને ૧૯૨૭માં હાલમાં ગુજરાત કાઠિયાવાડમાં વાવાઝોડા અને વરસાદની હોનારતમાં
ગરીબ ગુરબાં શ્રાવકોને મદદની જરૂર હોવાથી નિરાધાર લોકોને મદદ આપવા રૂ.
૨૫,૦૦૦/ મંજુર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૮ માં નરોત્તમદાસ જમનાદાસને સબ કમિટીએ રૂબરૂ બોલાવી મદદ આપવા
લાયક જણાય તે શા. છગનલાલ ઝવેરચંદ ફંડ જેમાંથી દશા શ્રીમાળી શ્રાવકોને
મદદ આપવાની રકમ તેમાંથી રૂ. ૧૭૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯ર માં સરલાદેવીએ વીરજી બગડીયાના અભ્યાસ અર્થે આથિક મદદની
કરેલી માંગણી પ્રમાણે એમને રૂ. ૧૦) દર માસે બાર માસ સુધી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org