________________
ચતુવિધ સંઘની ભક્તિ ત્થા અનુકંપાદાન
૧૮૫ મહિમા સર્વોપરી સ્થાને બિરાજે છે અને આ ત્યાગ-વૈરાગ્ય વગેરેની આરાધના જેટલા પ્રમાણમાં સાધુ-સાધ્વીઓ કરી શકે છે તેટલા પ્રમાણમાં ગૃહસ્થવર્ગ કરી શકતો નથી. એટલે એમની સેવાભક્તિ કરવી એ સંયમ–માર્ગની ઉપબૃહણ કરવા બરાબર છે. તેથી પેઢી તરફની એમની સંયમની આરાધનામાં ઉપયોગી થાય એવાં ઉપકરણે-ખાસ કરીને પાતરાંની જોડ, તરાણી વગેરે-સમયે સમયે અમદાવાદ ત્થા પાલીતાણામાં પેઢીની શાખામાંથી સારા પ્રમાણમાં આપવામાં આવે છે. અને એને રંગવાનાં સાધને પણ પૂરાં પાડવામાં આવે છે. આ ઉપરાંત કેઈને અકસ્માત, દવા-ઔષધિની કે બીજી કોઈ જાતની સહાયની જરૂર પડે છે તે માટે પણ પેઢી હંમેશાં તત્પર રહે છે. એટલું જ નહિ, પણ સાધુસાધ્વીઓ વગેરેના જ્ઞાનાભ્યાસ અંગે પાઠશાળાઓ ચલાવવામાં પણ પેઢી પૂરતું લક્ષ્ય આપે છે તે નીચેના દાખલા પરથી જાણી શકાશે. – સને ૧૮૯૩માં સાધુ-સાધ્વીઓને માટે પાટા નંગ ૩૦, ૩૫, પાટલા નંગ ૩૫
અને ઘડામાંચીઓ નંગ ૫૦ તાકીદે તૈયાર કરાવી પાલીતાણે મોકલવા તથા ભાવનગરની દુકાને લખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧ માં પાલીતાણાની માંગણી અનુસાર શાસ્ત્રી રાખી શાળા ચલાવે તે
બાર માસ સુધી દર માસના રૂ. ૧૫ સાધુ-સાધ્વી ખાતે લખી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. સને ૧૯૧૪માં ઝવેરીવાડમાં પાટીઆના અપાસરામાં સાધ્વીજી મહારાજને તેમના પેટમાં મોટી ગાંઠ કઢાવવાને સારુ ડોકટરીની થા બીજુ ખર્ચ રૂ. ૬૦૦/૭૦૦ આપવા ઝવેરી બાપાલાલ નહાલચંદ ત્યા ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદની માંગણી મંજૂર કરવામાં આવી હતી. – સને ૧૯૧૭ માં પૂ. પન્યાસજી શ્રી કમલવિજયજી ગણી મહારાજને ત્યાં દરરોજ
પાંચ કલાક અભ્યાસ કરાવનાર શાસ્ત્રીને દર માસે રૂ. ૨૫) છ માસ સુધી આપવાનું
મંજૂર કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૭માં અમદાવાદની માંડવીની પિળમાં નાગજી ભૂધરના રહીશ શા.
બાલાભાઈ કક્કાભાઈની અરજી પરથી સાધ્વીજી મહારાજના અભ્યાસ કરાવવા માટે રૂ. ૬૦/ દર માસે આપવાને ઠરાવ કરવામાં આવ્યો હતો. – સને ૧૯૧૯માં પાલીતાણા સાધુ-સાધ્વીઓને માટે પાટે નંગ ૫૦ ત્યા પાટલા ૧૫
થા ઘડામાંચી ૨૫ રૂ. ૫૦ સુધીના ખર્ચમાં કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૨૧માં પાલીતાણામાં રહેતાં સાધ્વીજી મહારાજેને ગુજરાતી Wા ધાર્મિક
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org