________________
૧૭૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પાલીતાણું રાજ્યને રખેપાની રકમ અગાઉ આપવા બાબત –
ઉપરની બાબતમાં તા. ૧૨-૪-૧૯૦૦ ના રોજ કરેલ ઠરાવ નીચે મુજબ છે –
પાલીતાણા રાજ્યને આપવામાં આવતી સાલના રૂ. ૧૫,૦૦૦/ પંદર હજાર, તા. ૧ એપ્રીલ ૧૦૧ ને રોજ ભરવાના થાય છે. દુકાળના કારણથી છ ટકાના પ્રમાણે વ્યાજ કાપી હાલ અગાઉ મળવાને તેમના તરફથી તે રૂપિયા આપવા મતલબની દરબાર તરફ યાદી મેકલવી અને તેમના અંગ્રેજી કાગળમાં લખ્યા પ્રમાણે વ્યાજ કાપી લેઈ ત્યા દસ્તુર પ્રમાણે પહેાંચ લેઈ રૂપે આ ૧૫,૦૦૦ આપવા પાલીતાણે લખવું.” ભાવનગર દરબારને પસા આપવાને ઈન્કાર –
આ બાબતમાં તા. ૧૨-૪-૧૯૦૦ ના રોજ જે ઠરાવ કરવામાં આવ્યું હતું તે આ પ્રમાણે છે–
“ભાવનગર દરબાર રૂઆિ માગે છે પણ તે કોડું કરવાને સગવડ નથી એમ પાલીતાણાને કાગળને જવાબ કરો.” રખેપાના પિસા અગાઉથી આપવાનો ઇન્કાર –
આ બાબતમાં તા. ૧૪-૫-૧૯૦૦ના રોજ આ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યું–
પાલીતાણા દરબારને રખપાના રૂપે કેટલાક વરસના અગાઉ જોઈએ છે. તે આપવાને વિચાર છે કે નહિ તેને ખુલાસો જણાવવાને તેમના તરફથી અંગ્રેજી કાગળ આવ્યા છે તેના જવાબમાં બારીસ્ટરનો જે અભિપ્રાય લખાઈ આવ્યું છે તેની નકલ મોકલી લખી જણાવવું કે અભિપ્રાયમાં લખ્યા પ્રમાણે બની શકશે તે વ્યાજ કાપીને અગાઉ રૂપે આપવાને હરકત આવશે એમ લાગતું નથી.”
તા. ૧૭–૧-૧૯૦૦ના ટ્રસ્ટીઓના પ્રેસીડીંગમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે–
વડોદરાના રહીશ ઝવેરી ઘહેલાભાઈ પાલીટાણે જઈ આવ્યા છે તેમણે કમીટી રૂબરૂ જાહેર કર્યું કે પાલીટાણાના ઠાકોર સાહેબને કરજે રૂપૈઆ બે થી અઢી લાખ સુધી જોઈએ છે ને તેઓ મુંબઈ સરકારની ગેરંટી મંગાવી આપવાનું કહે છે વળી તેઓ કહે છે કે જે રૂપિઆ ધરવામાં આવશે તે સેંકડે સાડા સાત ટકા પ્રમાણેનું વ્યાજ
થા સેંકડે બે ટકા સુધીમાં મંડામણ આપશે અને રૂપિઆની થાલમાં રખોપાન રૂપે આ ૧૫૦૦૦/ દરથી ભરવા પડે છે તે સ્થા પાલીટાણાની પિતાની માંડવીની ઉપજ પૈકી આશરે રૂપિયા ૨૦,૦૦૦ મળી રૂ. ૩૫૦૦૦/ પાંત્રીસ હજાર દર વરસે ભરવાને લખી આપવાને ત્યાં આપણી તકરારોનું શું કરવાનું કહે છે?”
આ વાતચીતને આધારે જે ઠરાવ કરવામાં આવે તે આ પ્રમાણે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org