________________
નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી
૧૭૫ અને તે જમીન શેઠ લાલભાઈ દલપતભાઈ થા શેઠ મનસુખભાઈ ભગુભાઈના નામથી લેવાનો વિચાર થવાથી તેનું માપ કરાવતાં તે એક ૨૭૯૫ ગુંઠા થાય છે માટે તે જમીન ઉપર લખેલા બે ગૃહસ્થના નામથી લેવી. અને તેનું પ્રથમ બહાનાખત કરાવવું. તે પછી આપણે આપણું ખરચે પાકું વેચાણ-ખત કરાવી રાજકેટના મહેરબાન પલીટીકાલ એજન્ટ સાહેબની મંજૂરી લેઈ રજીસ્ટર કરાવવું.” લહેણું વસૂલ કરવા બાબત
- તા. ર૭-૬-૧૮૯૮ના રોજ લહેણું વસૂલ કરવા માટે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો.
રબારીકાના ખુમાન નાગજીભાઈ રામભાઈ તરફથી ત્રણ વરસ થયાં (લેણું) બીલકુલ આવતું નથી અને રૂ. ૭૫૦૦/ આપણે ધીરેલા તેના રૂપિયા ચૌદ હજાર ઉપરાંત લેણ થઈ ગયા છે. તેને સારુ શું કરવું તે બાબત ભાવનગર ગુ. છોટાલાલ જેચંદને લખી ત્યાંના કેઈ વકીલની સલાહ પુછાવવી.” ભાવનગર રાજ્યને રૂપિયા ધીરવા બાબત -
તા. ૨૮-૮-૧૮૯૯ના રોજ આ બાબત અંગે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું? - “સ્વસ્થાન ભાવનગર રૂપિયા પાંચ છ લાખ સરકારી બાંહીધરીથી કરજે માંગે તે ધીરવાને હરકત નથી માટે રૂલને અનુસરીને તેને કઈ રીતને બાધ ના આવે એવી રીતે ધીરવા અને તેને સારૂ મુનીમ દુર્લભજીરાવ રાજકોટ છે. તેમને તાર કરી અને તેડાવવા. વળાના દરબારશ્રીને પૈસા ધીરવાની ના –
આ બાબતમાં તા. ૭-૧૦-૧૮૯ના રોજ જે ઠરાવ કરવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે –
શ્રી વાળા દરબાર રૂ. ૫૦,૦૦૦/ અંકે રૂપિયા પચાસ હજારની મીસરી નેટ સાડા ત્રણ ટકા વ્યાજ મુકી તે ઉપર રૂપૈયા ૩૫૦૦૦/ પાંત્રીસ હજાર સવા પાંચ ટકાના વ્યાજથી માંગે છે. તે આપવામાં નહિ આવે એમ તેમના માણસને કહેવું.” રોપાની રકમની અગાઉથી ચૂકવણું –
તા. ૧૫-૧૨-૧૮૯ના રોજ કરેલ ઠરાવ આ પ્રમાણે છે–
તા. ૧ એપ્રિલે આપવાના રૂ. ૧૫,૦૦૦ ઠાકોર સાહેબને તેમની માંગણી પ્રમાણે દરતુર મુજબ પહેચ લેઈ અત્રેથી ચલણી નોટો રૂ. ૧૫,૦૦૦/ની પાલીતાણે મોકલવી અને બીજા રૂપૈયા સાત વરસના માગે છે. તેને સારૂ વિચાર કરવા ઉપર મુલતવી રાખવામાં આવ્યું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org