________________
૧૮૨
શેઠ આ૦ કટની પેઢીને ઇતિહાસ વકીલ ઉપર દા કરવાનો ઠરાવ :
તા. ૭-૯-૧૯૨૧ના ઠરાવ મુજબ અમદાવાદના વકીલ શ્રી કૃષ્ણલાલ નરસીંહલાલ દેસાઈને એમની સ્થાવર મિલકત, ઘર, ડહેલું, બંગલો અને છૂટી જમીન ઉપર સવા લાખ રૂપિયા નવ ટકાના વ્યાજે ધીરવામાં આવ્યા હતા. પરંતુ એ ગરો દસ્તાવેજની રૂઈએ પણ વ્યાજ અને મુદ્દલની રકમ તેઓએ ન ભરી, એટલે તા. ૧૭-૫-૧૯૨૩ના રેજ એમના ઉપર દા કરવાનું ઠરાવ્યું. લેણુ અંગેની સમજુતિ –
તા. ૧૫-૯-૧૯૨૨ ના ઠરાવ ઉપરથી જાણી શકાય છે કે સાદડીના શા. અગરચંદ ધુલાજી પાસે રૂ. ૨૦૨ લેણું હતું તે રૂ. ૧૮૧/ લઈને માંડી વાળવું. એવી સમજુતિ થઈ હતી. રૂપિયાનું ધીરાણ –
તા. ૧૩-૧૦-૧૯૨૭ના રોજ એમ ઠરાવવામાં આવ્યું હતું કે અમદાવાદના શા. ચીમનલાલ મોહનલાલ ફોજદાર વગેરેએ એવી માંગણી કરી હતી કે અમદાવાદમાં, ખાડીયા-ગોલવાડ, રઘા સુતારીયાની પળમાં આવેલ દેરાસરની બે એરડી જીર્ણ થઈ ગઈ છે. તેને નવી બનાવવા માટે રૂ. બાર હજાર વગર વ્યાજે ધીરવા. આ માગણીના આધારે રૂ. દસ હજાર ચાર ટકાના વ્યાજે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. ૨કમ ટ્રાન્સફર કરવા બાબત –
- તા. ૩૦-૧-૧૯૪૦ને એક ઠરાવ કહે છે કે અમદાવાદની કેકારી પિળમાં આવેલ વાઘણપોળના શ્રી શાન્તીનાથ ભગવાનના દેરાસરના રૂ. ૮૦૦૦/ની નેટે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શેઠ શ્રી માણેકલાલ મનસુખલાલ તથા શેઠ શ્રી અમરતલાલ કાલીદાસ તથા સત્યવાદી શીવલાલ હરિલાલ આચારના નામ ઉપર ટ્રાન્સફર કરાવવી. આ રકમ શ્રી અમૃતલાલ કાળીદાસ તરફથી આવી હતી. લેણુની માંડવાળ –
- તા. ૨૨-૯-૧૯૭૧ના એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે કે મોદી મણીલાલ મગનલાલ તથા એમના ભાઈ ચીમનલાલ મગનલાલ એ બનેની સ્થિતિ દેવું ભરપાઈ કરી શકે એવી ન હતી. તેથી તેમની પાસે લેણે પડતા રૂ. ૨૬૬૦) સાધારણ ખાતે માંડી વાળવાનું ઠરાવવામાં આવ્યું હતું લેણું માંડી વાળ્યું –
- તા. ૨૫-૫-૧૯૪૦ના એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે કે સાદડીની પેઢીના ઠેકેદાર શ્રી બદરુદ્દીન અબદુલગની પાસે પેઢીના રૂ. ૨૩૦૦/ બાકી રહેતા હતા તે રકમ જીર્ણોદ્ધાર ખાતે માંડી વાળવાનું ઠરાવવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org