________________
નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી
૧૮૧ અથવા દર મહિને રૂ. ૩૦) નવ હપ્ત રૂ. ૨૭૦) લઈને આ લેણાની પતાવટ કરવી. ખાતું સરભર કર્યું –
તા. ૧૧-૧૦-૧૯૦૨ના પ્રોસીડીંગ ઉપરથી જાણી શકાય છે કે સાધારણ ખાતે રૂ. ૩૨૦૦/નું દેવું થઈ ગયું હતું તે તલાટી ખાતે ઉધારીને એ ખાતું સરભર કરવું. દેવાદાર ઉપર દા કરવા બાબત :–
તા. ૨-૧૧-૧૯૦૮ના રોજ એ મતલબને ઠરાવ કરવામાં આવ્યો કે જે જે વ્યક્તિઓ પાસેના લેણાની મુદત વીતી જતી હોય એમની સામે દાવાઓ દાખલ કરવા. લેણુ અંગે સમજુતિ :
સારી ખાતેના જોધપુર ગામના રહીશ શા. હરખચંદ માણેકચંદ પાસે રૂ. ૨૭૨ લેણા રહેલા તે અંગે કેટેનું હુકમનામું પણ થયેલું છે. પણ આ હુકમનામાની બજવણી પહેલાં તેમને એવી તક આપવામાં આવી કે આ રકમ તેઓ બે વર્ષના ગાળામાં દેરાસરનાં કામમાં વાપરી નાંખે અથવા તે એ રકમ બે વર્ષ સુધીમાં રોકડી ભરી દે તે એ હુકમનામાની બજવણ કુફ રાખવી એવું તા. ૨-૧-૧૯૧૦ના રોજ ઠરાવવામાં આવ્યું હતું. રકમ રોકવા બાબત :
તા. ૨૦-૧-૧૯૧૪ના રોજ એમ કરાવવામાં આવ્યું હતું કે અમદાવાદની માંડવીની પળની અંદર આવેલ નાગજી ભુદરના શ્રી શાન્તિનાથજી ભગવાન તથા શ્રી સંભવનાથ ભગવાન એમ બે દેરાસર ખાતે રૂ. ૧૩,૦૦૦) આપેલા છે. તે સાડા ત્રણ ટકાવાળી પ્રોમીસરી નોટોમાં રોકવાનું અને તેનું વ્યાજ મજકુર દેરાસરમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું. લેણું અને સમાધાન :
તા. ૧૪-૧૦-૧૯૧૫ના ઠરાવ મુજબ એમ નકકી કરવામાં આવ્યું હતું કે સાદડીના શા. પુનમચંદ તેજપાલ પાસે રૂ. ૩૩૩/નું લેણું રહે છે તે રૂ. ૧૮૧/ લઈ માંડી વાળવું એવું સમાધાન કરવામાં આવ્યું હતું. રોકાણ અંગે નિર્ણય :
અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની રૂ. ૧૨,૦૦૦/ની રકમ અમદાવાદની જહાંગીર મીલમાં આઠ આના વ્યાજે મુકવાની મંજૂરી આપવામાં આવે છે, આ ઉપરથી જોઈ શકાય છે કે પૈસા ક્યાં રોકવા એ વિષયમાં પણ પેઢીની સલાહ લેવામાં આવતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org