________________
નાણાની સાચવણીની કપરી કાર્યવાહી
૧૭૮ તા. ૧૧ માર્ચ સને ૧૯૦૭ના રોજ પત્ર આવ્યું છે. માટે આ કામ કરવા ભાવનગર શેઠ અમરસંગ જસરાજને ભલામણ કરવી અને તેમને એ સંબંધી સઘલી હકીકતથી વાકેફ કરવા. પાલીટાણાના મુનીમ અને છાપરિયાળીના મુનીમ બનેને ભાવનગર તેમની પાસે જવા પાલીટાણે લખવું.” લહેણું વસુલ કરવા બાબત :–
તા. ૧૦-૧૨-૧૯૦૭ના રોજ પેઢીની વ્યવસ્થાપક કમિટીએ નીચે મુજબ સવિસ્તર ઠરાવ કર્યો હતો–
ચિડાના ગરાસી આ પાસે આપણું લહેણું છે તેથી ગામ પુલઘુટ આપણા કબજામાં હતું તે સરકારના સરવેયર ખર્ચના રૂપૈઆ લહેણું હતા તેથી ગામ આપણું કબજામાંથી સરકારે લીધેલું. તે રૂપીઆ આપવા ગરાસીઆની મારફત દાજીભાઈએ કબુલ કરેલા, તેથી ગામ તેમના કબજામાં સેપેલું, પણ હાલ તે રૂપે આપવા કબુલ કરેલા, તેથી ગામને કબજે ગોહીલવાડ પ્રાંતના મે. પિલીટીકલ એજન્ટ સાહેબે સેપેલો તે બાબત ચકના ગરાસીયા દાજીભાઈ એ મહેરબાન એજન્ટ ટુ ધી ગવર્નર સાહેબને અપીલ કરેલી છે. તેને જવાબ આપવા સારૂ પાલીતાણાના મુનીમને શેરો બતાવ્યા છે તે બાબતને પાલીતાણાથી જવાબ નંબર પ૦ તા. ૮ ડીસેમ્બર ૧૦૭નો કાગળ આવ્યો છે. તેના જવાબમાં પાલીતાણે લખવું કે મુનીમને રૂબરૂ સમજૂત કર્યા પ્રમાણે રાજકોટના વકીલ ગોરધનદાસ પાસે અગર શેઠ મોતીચંદ ઓઘવજીની મારફત જવાબ ઘડાવવા ગુ. અંબાશંકરને રાજકેટ મેકલવા.” દાતાની ઈચ્છા મુજબ નાણું વાપરવાની પ્રથા :
ઉપરની બાબતને ખ્યાલ આપે એવો ઠરાવ પેઢીની વહીવટદાર કમિટીએ તા.૮-૧-૧૯૦૮ ના રોજ કરેલ છે. જે જાણવા જે હેઈ અહીં નીચે આપવામાં આવે છે –
વડેદરાવાલા બાઈ પરધાનબાઈ મોદી વીરચંદ ફુલચંદની વિધવાએ રૂઆિ ૧૧૦૦ અગીયારસે આપણી પાલીટાણાની પેઢીમાં એવી સસ્તથી મુક્યા છે કે તે રૂપૈયાની સાડા ત્રણ ટકાના વ્યાજની નોટ લેવી, અને તેનું જે વ્યાજ આવે તેમાંથી રૂપિઆ પ૦૦નું જ્ઞાન ખાતામાં, રૂ. ૨૦૦/નું સાધુ-સાધ્વી ખાતામાં, રૂ. ૨૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતામાં અને રૂ. ૨૦૦/નું પખાલના દુધમાં એ રીતે રૂ. ૧૧૦૦/નું વ્યાજ વાપરવાને પાલીટાણાના રહીશ વોરા જીવણ ગણેશની હયાતી સુધી તેમણે ઉપર પ્રમાણેના ખાતામાં વાપરવાને વાસ્તે આપવા. અને તેમની હયાતી બાદ પાલીટાણું શેઠ આણંદજી કલ્યાણજીવાળાએ ઉપર લખ્યા પ્રમાણે વ્યાજની વયવસ્થા કરવી. ઉપર પ્રમાણે ચોપડામાં વિગતવાર નામું રાખવું, અને આ ઠરાવની એક નકલ બાઈ પરધાનબાઈને મોકલવી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org