________________
નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી
૧૭૧ પ્રણાલિકાઓના હિમાયતી હતા અને કોઈ પણ કામ બધાની સંમતિ મેળવીને કરવામાં માનતા હતા. એટલે એમણે પેઢી તરફથી નીચે મુજબ લખાણ તૈયાર કરાવીને એમાં રખેપ ફંડના બધા દાતાઓની સંમતિની સહીઓ મેળવીને આ કામ કર્યું હતું.
શેઠ શ્રી આણંદજી કલ્યાણજી
અમદાવાદ,
વિ. શ્રી પવિત્ર શત્રુંજય જતાં યાત્રાળુઓને વ્યક્તિગત અગવડતા અને ખર્ચ થતાં અટકાવવા અને શ્રી પાલીતાણું સ્ટેટને રખેપાની રકમ નિયમિત આપી શકાય તે માટે રખેપાની ટીપ કરવામાં અાવેલી અને તે ટીપમાં અમાએ રકમ ભરાવેલી. હાલમાં સૌરાષ્ટ્ર સરકાર તરફથી સદરહુ રખેપાની રકમ માફ થયેલ છે તેથી હવે રકમનો હવાલે “સાધારણ ખાતે અથવા આપને યોગ્ય લાગે તે ખાતે નાખે તેમાં અમારી સંમતિ છે. ગેહેલ ભગવતસિંહજી પાસે લેણું નીકળતી રકમ બાબત –
તા. ૧૭/૯/૮૪ના રોજ પેઢીના પ્રેસીડેન્ટ શેઠ શ્રી નગરશેઠ હેમાભાઈએ નીચે મુજબ ભલામણ આ બાબતમાં કરી હતી :
“સૌરાષ્ટ્રમાં આવેલ લીમડા ગામમાં આવેલ ભાગદાર ગોહેલ ભગવતસિંહજી જાલમસીંગજી પાસેથી પ્રથમની માફક એક જ નામથી ખત લખાવી લેવા શા. મગનલાલ જેઠાલાલને કહેવું.” ભાવનગર સંઘ પાસે લેણું :
શેઠ શ્રી દલપતભાઈએ લખ્યું હતું કે—
ભાવનગરવાળા કને શેઠ આણંદજી કલ્યાણજીના દસ હજાર (૧૦,૦૦૦) લેણ છે એવું મારા અઢી વર્ષ ઉપર જાણમાં હતું. તે વિશે તે લોકોને અમોએ ઘણું કહ્યું હતું કે રૂપિયા આણંદજી કલ્યાણજીને ત્યાં ભરે. વળી તે સારું વધીચંદજી મહારાજને પણ કહ્યું હતું કે આણંદજી કલ્યાણજીના રૂપિયા તમારે ત્યાંના શ્રાવકે ભરતા નથી માટે તેમને ઉપદેશ કરી ભરાવે તે સારૂ. એ જ રીતે થયેલું પણ કોઈ ભરતાં નથી.”
આ દાખલા ઉપરથી જોઈ શકાય છે કે પેઢીનાં નાણું ગેરવલે ન જાય એ માટે પેઢી તરફથી મુનિ મહારાજની લાગવગને ઉપયોગ પણ કરવામાં આવતું હતું. નજરાણું લેવાનો ઈન્કાર –
રબારીકા ગામવાળા ખુમાણુ નાગજીભાઈ રામજીભાઈ અમદાવાદમાં આવ્યા હતા. તેમને રૂપિયા પતેરસ સંવત ૧૯૩૮ના ફાગણ વદ ૧૦ના રોજ રાકડા વ્યાજે તેમના ગામ રબારીકા ઉપર ધીરેલા છે. તે રૂપિયા તથા તેના વ્યાજમાંથી તેમના આપેલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org