________________
૧૬
કેટલાંક બાદશાહી ફરમાને ગીઝે જે લઈને આવ્યા હતા તે મરીને સરકો પણ મેળવીને મોકલી આપે. તેમજ રાજ્યની માલિકીની એક હવેલી જે શાંતિદાસને રૂ. ૬૦૦૦માં વેચવામાં આવી છે. તેની ખરેખર બજાર કિંમતની ખાત્રી કરી લેવી. તા. ૨૫ માહે રજબ, રાજ્યાભિષેકનું ૧૭ મું વર્ષ એના નામથી જે કિર્તનને પાત્ર છે. તુગરા :
(૧) અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહમદ શાહજહા સાહિબ કિરાને સાની બાદશાહે ગાઝી.
(૨) સુલતાન મહંમદ દારા શુકરનું ભવ્ય નિશાન. મહેર :
શાહજંહા બાદશાહે ગાઝીને પુત્ર દારા શુકર ૧૦૪૩ હિ. સં.
કૃપા અને મહેરબાનીને પાત્ર, સદ્ભાવ અને ઉપકારના ગ્રહણ કરનાર, અનંત માયા માટે સમર્થ અને વ્યક્ત સગાદને , શાહી અમીદ્રષ્ટિમાંથી બળ અને ટેકે પ્રાપ્ત કરનાર મુઈઝ ઝુલ મુકને જાણ થાય છે, તેઓના અહીંથી રવાના થતી વખતે, જગતમાન્ય એક આદેશ કે શાહના સેવકે પૈકી એક સુલેમાનના સમકક્ષ એવા ખાકાન (ચીનને બાદશાહ)ને બહાર પાડયો હતો કે જયારે તે કપ અને મહેરબાનીને પાત્ર ત્યાં (અહમદાબાદ) પહોંચે કે તરત જ સરકારમાં સગાતને લાયક રને મોકલવાને પ્રબંધ કરે.
હવે કે જ્યારે ખલીફાના સમકક્ષ બાદશાહની પાસે આવી રહેલ વર્ષગાંઠના એવા મંગલમય દિવસોની શરૂઆત થઈ ચુકી છે જેને અંત શુભ છે અને માત્ર ત્રણ મહિના બાકી રહી ગયા છે ત્યારે બાદશાહ સલામતને કિંમતી રત્ન અને ઝવેરાત ભેટ આપવાના હેય છે, તેથી અમદષ્ટિને પાત્ર એવા એણે ત્યાંના ઝવેરીઓ પાસેથી અને ખાસ કરીને શાંતિદાસ ઝવેરી પાસેથી ભેટને લાયક રત્ન પ્રાપ્ત કરવામાં બનતું કરી છૂટવું. આ કામ એને શાહી કૃપાને વધુ અધિકારી બનાવતું હોવાથી આ ગૌરવવતા રાજ્યાદેશના અમલમાં પ્રશંસનીય પ્રયત્ન કરવા. શેખ ચાંદને ઉચિત રત્ન લેવા માટે ખાસ અહીંથી મોકલવામાં આવ્યા છે તેમની મારફતે રવાના કરવા. ફિરંગીઓ જે લઈને આવે છે તે મરીનું અથાણું પણ તમારે મોકલવાનું છે.
તદઉપરાંત સરકારી માલિકીની હાજી ઈખલાસની હવેલી અધિકારીઓએ રૂ. ૬૦૦૦ કરતાં કંઈક વધારે લઈને શાંતિદાસને વેચી નાખી છે. મજકૂર શાંતિદાસે આ રકમ ભરપાઈ કરીને ઉપરોક્ત હવેલીના કબજે લીધે છે. અહમદાબાદથી આવેલ મુલાદાના નામના સરકારી કર્મચારીએ અહીં એવી રજૂઆત કરી છે કે હવેલીની વધારે કિંમત ઉપજી શકી હેત.
તેથી આદેશ આપવામાં આવે છે કે એ કૃપાને પાત્રે આ અંગે તપાસ કરવી. શાંતિદાસ કરતાં કાઈ વધારે આપવા તૈયાર હોય તે તેમણે એ હવેલી એ વ્યક્તિને હાથે વેચવી. જે શાંતિદાસ અમારા માટે ખરેખર ઉત્તમ રને મોકલશે તે હવેલીની કિંમતનો તફાવત અમે જાતે કરવા તૈયાર છીએ.
મુઈઝ ઝુલ મુલ્કના પક્ષે અમારી કૃપાઓ અને મહેરબાનીઓ ખુબ ઉચ્ચ પ્રકારની છે, તેમને અમે અમારા શુભનિષ્ઠ શુભેચ્છક તરીકે ગણતા હેવાથી એમણે એ અંગે નિશ્ચિંત રહેવું. - ૨૫ માહે રજબુલ મુરજજબ, પવિત્ર રાજ્યાભિષેકનું ૧૭ મું વર્ષ હિ. સં. ૧૦૫૪ (ઇ. સ. ૧૬૪). ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org