________________
પાલીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તીર્થના હકની બાબતમાં એટલી બધી ચિંતિત થઈ હતી કે જેથી એને એની સામે લંડનમાં પિતાની ફરિયાદ નોંધાવવાની જરૂર જણાઈ હતી અને આ કામ સારી રીતે પાર પડે એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની પસંદગી કરી હતી. આ બીન પણ શ્રી શત્રુંજય તીર્થના હકની જાળવણી માટેની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની ચિંતા અને જાગૃતિને ખ્યાલ આપે છે.
અંગારશા પીરના સમારકામ અંગે વિવાદ : પાલીતાણા રાય જેન કમને પરેશાન કરવા માટે તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીને (અને એની મારફત આખી જૈન કેમને) શત્રુંજય પહાડ ઉપર મળેલ અધિકારોમાં ડખલગીરી કરવા માટે નવા નવા મુદ્દાઓ શોધતું જ રહેતું હતું. આવો જ એક મુદ્દી ગિરિરાજ ઉપરના ગઢમાં આવેલ અંગારશા પીરના નામે ઓળખાતી દરગાહના સમારકામ તેમ જ ત્યાં એક એકઢાળિયું (Shed) મુસ્લિમ યાત્રિકો માટે બનાવવા અંગે વિવાદ ઊભો થયે હતે.
તા. ૧૬-૩-૧૮૭૭ના મુંબઈ સરકારના નં. ૧૬૪૧ ના ઠરાવ મુજબ ગઢની અંદર આવેલ બધી જમીન, બધાં દેવસ્થાને ભલે પછી તે જૈન હોય કે અજેન હોય – તેના ઉપર જૈન કેમની જ માલિકી હતી અને એની સાચવણની તેમ જ એનું સમારકામ વગેરે કરાવવાની જવાબદારી અને સત્તા ન કેમની જ હતી અને આ ઠરાવને લંડનના સેક્રેટરી ઓફ સ્ટેટ્સ પણ બહાલી આપી હતી. એટલે અંગારશા પીરની દરગાહની સાચવણી માટે જે કંઈ કરવાની જરૂર ઊભી થાય તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જ કરવાનું હતું એ નિર્વિવાદ હતું.
કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટના એકિંટગ યુડિશિયલ આસિસ્ટંટ મિ. ઈ. ટી. કેન્ડીએ શત્રુંજય પહાડ ઉપરની જોન કેમની માલિકી સામે પાલીતાણા રાજ્ય જે રજુઆત કરી હતી એની વિગતવાર તપાસ કરીને તા. ૨૮-૧૨-૧૮૭૫ના રોજ પોતાને જે અહેવાલ રજૂ કર્યો હતે તેમાં એમણે આ દરગાહ અંગે લખ્યું હતું કે, “આ દરગાહનું મૂળ ગમે તે હોય, પણ એ એકલા જૈનોના પૂરેપૂરા કબજામાં છે એમ જણાય છે અને પહાડ ઉપરનું એનું અસ્તિત્વ કઈ પણ રીતે જૈનોના હિતને અસર કરતું નથી.૪૧
આમ છતાં પાલીતાણા રાજ્યની ચઢવણીથી, એટલે કે આડકતરી દરમિયાનગીરીથી, સને ૧૯૦૩ના માર્ચ માસમાં જમાદાર મહમ્મદ તથા મુસલમાની જમાતે પાલીતાણા દરબાર પાસે આ દરગાહનું સમારકામ કરવાની તથા એ સ્થાને મુસલમાન જાત્રાળુઓ માટે એક એકઢાળિયું બાંધવાની મંજૂરી માગી. મુસલમાન જમાતની આ માગણું પાલીતાણા રાજ્ય મંજૂર રાખી. એટલે આ કામ માટે ઈંટ-ચૂના જેવી કેટલીક સામગ્રી ગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org