________________
૧
શેઠ આ ક૦ની પેઢીના ઇતિહાસ મુલાકાત લઈને પેઢીના કેસ ખાખતની ચર્ચા કરી હતી, એમ એમના પેઢી ઉપરના તા. ૨૩-૬-૧૮૯૮ ના પત્ર ઉપરથી જાણવા મળે છે.
આ પછી શેઠ આણુ દૃષ્ટ કલ્યાણજીની પેઢીની સુચના મુજબ રૂબરૂ વાત કરવા તે હિન્દુસ્તાન આવ્યા હતા અને તા. ૧૨ મી ઓગસ્ટ ૧૮૯૮ ના રાજ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા તથા હવે પછી લંડનમાં કરવાના કામની રૂપરેખા નક્કી કર્યા પછી તે ફરી પાછા લંડન ગયા હતા. લંડન પહોંચીને તા. ૧૮-૧૧-૧૮૯૮ ના રાજ એમણે પેઢી ઉપર લખેલ પત્રમાં જણાવ્યું હતું કે,
“વિશેષ, આજરાજ ટપાલમાં રજીસ્ટર કરીને અપીલના મુસદો શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ ઉપર માકલ્યા છે તે પ્રતિનિધિ સાહેબેાને વંચાવશેા. એ મુસદ્દાની એક નકલ મેં અહી રાખી છે. અને તે બીજા કેટલાક ગૃહસ્થાને બતાવવાની છે, માટે મારે ખીજો પત્ર આવે ત્યાં સુધી છપાવશેા નહીં....”
આ લખાણ ઉપરથી એટલુ નક્કી થાય છે કે, સરકાર તરફથી જૈન સઘને જે અન્યાય થયા હતા તેની સામે છેક લંડનની સરકારને, એટલે કે પ્રોવી કાઉન્સીલને, અપીલ કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટને અપીલ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આ પછી લડનથી તા. ૧૭–૩–૧૮૯૯ ના રાજ શ્રી વીરચંદભાઈ ગાંધીએ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી ઉપર જે પત્ર લખ્યા હતા તેમાં તેમણે જણાવ્યુ હતુ' કે,
“ વિશેષ આપે માકલેલી અપીલની નકલા પત્ર સાથે પહેાંચી છે. એ બાબત અહી જે જે તજવીજ કરવાની જરૂર જણાશે તે કરવામાં આવશે. તે સ`ખંધી કશી ચિંતા કરશેા નહી’
આ ઉપરથી એમ જાણી શકાય છે કે, તા. ૧૮-૧૧-૧૮૯૮ ના રાજ શ્રી વીરચંદભાઈ ગાંધીએ અપીલના જે મુસદ્દો અમદાવાદ મોકલ્યા હતા તે મુસદ્દી આશરે ચારેક મહિના બાદ મજૂર થઈ ગયા હોવા જોઈએ. અને એ મુજબ પ્રીવી કાઉન્સિલને અપીલ કરવાનું નક્કી પણ થઈ ગયુ. હાવુ જોઈએ.
જે ફાઇલમાં શ્રી વીરચ`દભાઈ ગાંધીને લંડનમાં સોંપવામાં આવેલી કામગીરી સબંધી પત્રવ્યવહાર સચવાઈ રહ્યો છે તેમાંથી આ અપીલનુ લખાણ પેઢીએ મજૂર કરીને શ્રી વીરચંદભાઈ ગાંધી ઉપર લડન માકલી આપ્યા સુધીની જ માહિતી સચવાયેલી છે પણ અપીલનું મૂળ લખાણ જોવા મળતુ' નથી. એટલે આ અપીલ લડનની સરકારને કરવામાં આવી હતી કે કેમ ? અને તેનુ પરિણામ શું આવ્યું હતું ? તે જાણી શકાયું નથી.
આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલી વિગતા ઉપરથી એટલુ તા તારવી શકાય છે કે, તે વખતે પાલિટિકલ એજન્ટ તથા મુખઈ સરકારનાં પગલાં અંગે પેઢી શ્રી શત્રુંજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org