________________
૧૨
શ્રી શત્રુંજય મહાતીર્થ ને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો
છેલ્લાં ત્રીસેક વર્ષ દરમ્યાન શ્રી શત્રુંજય તીના યાત્રિકાની મુશ્કેલીને દૂર કરે, એમના ભાવાલ્લાસને વધારે, ગિરિરાજની શેાભામાં અભિવૃદ્ધિ કરે તેમજ એની આશાતના થતી અટકે એવાં કેટલાંક કાર્યો થયાં છે એની વિગત અહી. આપવામાં આવે છે.
પાલીતાણાની ખારેઢ જ્ઞાતિએ લખી આપેલ જાણવા જેવી એક બાંહેધારી
એમ લાગે છે કે કયારેક કઈક એવા બનાવ બન્યા હાવા જોઈએ કે જેને લીધે પાલીતાણાની યાત્રાએ જતાં યાત્રાળુઓનાં મનને ઊંડા આઘાત લાગ્યા હશે. એ આઘાતના શમન માટે પાલીતાણાની ખોટ જ્ઞાતિના મેાવડીઓએ જે બાંહેધરી લખી આપી હતી તે નીચે મુજબ છે, જે ખાસ જાણવા જેવી છે.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ સાહેબે,
મુ. અમદાવાદ.
“ જોગ અમા પાલીતાણા બારોટ જ્ઞાતિનાં ૫'ચ આપને લખી આપીએ છીએ કેઃ— ૧. તાજેતરમાં અમારી જ્ઞાતિના લાભુભાઈ નારસિંહ કચ્છથી અત્રે યાત્રાથે આવેલ ખાઈ મણીને ફાસલાવી–ભગાડી લઈ ગયેલ તે માટે અમેાએ ઠરાવ કરી તેના લાગ-ભાગ સદતર બંધ કરેલ છે.
૨. છેલ્લા કેટલાક સમયથી અમારી જ્ઞાતિના સંક્ષા તરફથી અત્રે આવતાં આપના યાત્રિકો પ્રત્યે અસભ્ય અને અનિચ્છનીય વર્તન રાખવામાં આવે છે તેથી આવા કિસ્સા ફરીથી બનવા ન પામે તેવી ગાઠવણુ માટે ઘટતા પગલાં લેવા આપે અમાને કહેલ પરંતુ અમેા તે બાખત એઢરકાર રહી અત્યાર સુધી આપની સલાહ માની નહીં તે માટે ઘણા દીલગીર છીએ અને આશા રાખીએ છીએ કે, આપ તે દરગુજર કરશેા.
૩. અમા આ સાથે રૂ. ૫૦૦ રૂપીઆ પાંચસો આપને ત્યાં અનામત મુકીએ છીએ. ભવિષ્યમાં અમારી જ્ઞાતિના કોઈ પણ સક્ષ આપના યાત્રાળુઓ પ્રત્યે કાંઈ પણ તાડાઈ કે અસભ્ય વર્તન બતાવે કે ડુઇંગર ઉપર કે મદિરમાં કાંઈ પણ અનિચ્છનીય આચરણ કરે કરાવે તે આપની સૂચના મળેથી તેવા સક્ષના લાગભાગ અધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org