________________
૧૪
શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો
તેની રકમ બંધ થશે. બારોટ તરીકે કામ કરવા બદલ આ રકમ આપવાની હોવાથી તે પુરુષ વર્ગ જ કરી શકે તેમ હોવાથી સ્ત્રીઓને આ રકમ લેવાને હક રહેતા નથી તેમ
ઠરાવવામાં આવે છે. ૧૧. ઉપર નક્કી કર્યા મુજબ અમે બારેને વર્ષાસનની જે રકમ ઠરાવી છે તે લેવા સીવાય બીજો
કાંઈ હક રહેતું નથી અને તેના બદલામાં શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના ટ્રસ્ટીઓ ત્થા વહીવટ કરનાર પ્રતીનીધીઓ વર્ષાસનની રકમ દર વર્ષે બારોટાને ઉપર મુજબની ત્રણ પેઢીના હૈયાત પુરુષ વારસ વારસદારોને ઠરાવેલી મુદતનાં રોજ જુનાગઢ મુકામે આપવાને બંધાયેલ છે. તેમાં પેઢી નિષ્ફળ જાય તે બારોટ વારસીક હપ્તાની રકમ તે પેઢી પાસેથી કાયદેસર વસુલ લેવાને હકદાર છે. તેમાં તમામ ખર્ચની જવાબદારી પેઢીની રહેશે.
આ દસ્તાવેજના અમલ દસ્તાવેજની તારીખથી કરવાનું છે અને તે તારીખથી બારોટએ પિતાના બારેટ તરીકેના હકે લઈ લીધેલ છે અને પેઢીએ સરતો મુજબ વરસાસનની રકમ
આપવાનું જારી રાખવાનું છે. ૧૩. આ દસ્તાવેજના સ્ટાપ રજીસ્ટ્રેશન વગેરે તમામ ખર્ચની જવાબદારી પેઢીની છે. ૧૪. ઉપરની સરતી બારોટ તરફથી અત્યારના સહી કરનારા ઇસમો તથા તેના વંશવારસાએ
પાલવાની છે તેવી જ રીતે શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના અત્યારના ટ્રસ્ટીઓ તથા વહીવટ કરનાર પ્રતીનીધીઓ તથા હવે પછીના નવા આવનાર ટ્રસ્ટીઓ તથા પ્રતીનીધીઓએ પાલવાની છે. તેના ખરાપણું બાબત આ નીચે બારોટ તરફથી શ્રી બાપુભાઈ લધુભાઈએ તે તથા તેના સગીર પુત્રોના વાલી તરીકે અને બારોટ હેમતસીંગ ભુપતસીંગ તથા દોલતસીંગ ભુપતસીગે પિતાની સહીઓ કરી છે અને પેઢી તરફથી પેઢીના વહીવટ કરનાર પ્રતીનીધીઓની તા. ૧૨–૧૦–પ૭ની મીટીંગમાં ઠરાવ નં. ૧૩ થી અધીકાર મલ્યા મુજબ શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી ત્થા શ્રી કાન્તીલાલ ભેગીલાલ નાણાવટીએ સહી કરી છે તે તેમને તથા
તેમના પછી આવનાર વહીવટ કરનાર પ્રતીનીધીઓને બંધનકર્તા અને કબુલ મંજુર છે. ૧૫. ઉપર પ્રમાણેની ગેઠવણુ તથા સમજૂત થતાં અમો બારેટે આ ફારગતીને દસ્તાવેજ ધરણસર
રૂ. ૧૦ ના સ્ટોપ ઉપર લખી આપીએ છીએ તે પેઢીના ખર્ચે અમારે રજીસ્ટર નંધાવી આપવાનું છે.
સંવત ૨૦૧૪ ના કારતક વદી ને વાર...તા. . . .. નવેમ્બર ૧૯૫૭ લખાવી લેનાર – વકીલ ચંદ્રકાન્ત છટાલાલ સ. દ. હું પોતે કાંતિલાલ ભોગીલાલ નાણાવટી સહી. દા. પિતે લખી આપનાર :–
( આની નીચે આ દસ્તાવેજ લખી આપનાર ૧૧ બારોટની સહીઓ છે જે ઉકેલી શકાતી નથી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org