________________
૧૫૧
કેટલાંક બાદશાહી ફરમાને
આ અંગે સખત તાકીદ છે, તેનું ઉલ્લંઘન કરવું નહીં. ૨૯ માહે મેહરમ રાજ્યાભિષેકનું ૩૦ મું વર્ષ. (ઈ. સ. ૧૬૫૭)
(મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૫)
સનદ- અબુલ મુજફર મોહમ્મદ મુરાદાબક્ષ બાદશાહ ગાજીને ફરમાન.
અબુલ મુજફર મુરવાજુદ્દીન મહમ્મદ મુરાબબલ બાદશાહ ગાજી. શાહજહા બાદશાહના દીકરો જહાંગીર બાદશાહને દીકરો અકબર બાદશાહને દીકરો હુમાયુન બાદશાહને દીકરો બાબર બાદશાહનો દીકરો ઉમરશેખ શાહને દીકરે સુલતાન અબુસઈદ શાહને દીકરે સુલતાન મોહમ્મદ બાદશાહને
મીરાશાહને દીકરો અમીર તૈમુર સાહેબ કીરાનને
દીકરો. આ સમયે ભવ્ય ફરમાન બહાર પાડવામાં આવે છે કે સેરઠ સરકારના અમદાવાદમાં આવેલ પાલીતાણું પરગન જે શેત્રુંજા નામે ઓળખાય છે તે અગાઉની સનદે મુજબ શાંતિદાસ ઝવેરીને અલતમને ઈનામ તરીકે આપવામાં આવેલ છે. મજકુર વ્યક્તિએ એ અંગે નવા ભવ્ય ફરમાનની માગણી કરી.
તેથી જગતમાન્ય આદેશ બહાર પાડવામાં આવે છે કે મજકુર પરગનાને, અગાઉની સનદ પ્રમાણે અલતમગા તરીકે મજકૂર વ્યક્તિ અને તેમનાં સંતાનોને ઈનામ તરીકે સેંપવામાં આવે છે.
હાલના તેમજ ભવિષ્યના મહાન દિવાને, સન્માન્ય વઝીરે, મુત્સદીઓ, કડીઓ આ સનદ મુજબ એમના ઈનામ તરીકે સ્વીકારી કેઈપણ ટેક્ષ કે વેરા અંગે એમને પરેશાન કરે નહીં અને આ આદેશના પાલન માટે પ્રયત્નશીલ રહે.
આ અંગે અત્યંત તાકીદ છે. તેનું ઉલ્લંઘન કરવું નહીં. ૨૯ માહે રમઝાન, રાજ્યાભિષેકનું પહેલું વર્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org