________________
૧૪૬
શેઠ આ કની પેઢીના ઇતિહાસ મનનશીલ હાય છે, ત્યારે અમા દરેકના-પછી તે ગમે તે ધર્મના હાય મૂળ સિદ્ધાંતા જાણવા ઉત્સુક હાવાથી એવા લોકોને આદરપૂર્વક દૂર દૂરથી તેડાવી એમના સત્સંગના લાભ લઈએ છીએ.
ગુજરાતના ખંદરના શ્વેતાંબર પંથના હિરવિજયસૂરિની પાપભીરુતા અને સાધના અંગે સાંભળીને અમે એમને તેડાવ્યા, મુલાકાતથી અમેને ઘણા આનદ થયા. પેાતાના રહેઠાણુ તરફ પાછા ફરતી વખતે એમણે વિનંતી કરી કે આકાશને સ્પર્શીતા સિદ્ધા ચલજી, ગિરનારજી, તાર ગાજી, કેસરિયાનાથજી, આભુજી, જે ગુજરાતમાં આવેલ છે અને રાજગૃહીના પાંચ પર્વત, સમ્મેતશિખરજી એટલે કે પારસનાથજી જે મગાળામાં આવેલ છે, અને પર્વતની તળેટીમાં આવેલ બધાં જ મદિરાની કાઠીઓ અને અમારા રાજ્યમાંના દરેક જગ્યાનાં જૈન શ્વેતાંબરનાં સર્વ દેવસ્થાના અને દર્શનસ્થળા વગેરે એમના કબજામાં સોંપી દેવામાં આવે અને કાઈને એ પર્વત ઉપર કે મદિરાની આસપાસ કે નીચે પશુઓની કતલ કરવા દેવામાં ન આવે.
એ દૂરથી પધારેલા હતા અને એમની વિનતી ઇસ્લામી શહેરીઅતથી વિરુદ્ધ પણ ન હતી કારણ કે તેના સિદ્ધાંત એ છે કે દરેક ધર્માંને એની રીતે રહેવાના અધિકાર છે. તપાસ કર્યો પછી અમને જાણવા મળ્યુ કે હકીકત પણ એમ જ છે કે જે પવ તા અને દર્શનસ્થળા પ્રાચીન કાળથી જૈન શ્વેતાંબરના જ છે, તેથી અમે એમની વિનતીને માન્ય રાખી.
તેથી જૈન શ્વેતાંબર પંથના હીરવિજયસૂરિને અમે સિદ્ધાચલ પર્વત, ગિરનાર પર્વત, તાર’ગા પર્વત, કેસરિયાજી પવત (આ તીથ પર્વત ઉપરનુ' નહી પણ ધરતી ઉપરનું છે) અને ગુજરાતમાં આવેલ આબુ, રાજગૃહીના પાંચ પતા અને અગાળના પારસનાથના નામે ઓળખાતા સમ્મેતશિખરજી અને અમારી સલ્તનતમાં ગમે ત્યાં હોય એવા તેમજ તે પવ તાની નીચે આવેલ દેવસ્થાને અને દન સ્થળે આપીએ છીએ, તેમણે ત્યાં નિશ્ચિંત બની પ્રાર્થના કરવી.
એક વાત સ્પષ્ટ થવી જોઈએ કે જૈન શ્વેતાંબરના પતા, દેવસ્થાના અને દનસ્થળે આટલાં હિરવિજયસૂરિને છે છતાં ખરેખર તા એ બધાં જૈન શ્વેતાંબર પંથનાં છે.
જ્યાં સુધી સૂરજ પ્રકાશે અને ચંદ્રમા રાત્રીને ઉજવાળે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબર ૫થીઓમાં સૂરજ અને ચંદ્રની જેમ બ્યિમાન રહેજો.
કાઈ એ આ પતા, દેવસ્થાના અને દર્શન સ્થળેાની આસપાસ કે તેમની ઉપર નીચે પશુઓની કતલ કરવી નહી.. આ ભવ્ય આજ્ઞા પ્રમાણે ચુસ્તપણે વર્તવુ. અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org