________________
૧૪૮
શેઠ આ૦ કોની પેઢીને ઇતિહાસ નહીં. જે એ લેકે દશનાથે સોરઠ જાય તે કેઈએ તેમની પાસેથી કશું માંગવું નહીં, કેઈ આશા રાખવી નહીં.
- તેમજ એ લોકેાની વિનંતી અને યાચનાને માન આપીને સર્વોચ્ચ આદેશ આપવામાં આવે છે કે પ્રત્યેક અઠવાડિયામાં રવિવારે અને ગુરુવારે અને દરેક મહિનાના બીજના દિવસે, ઈદના દિવસે, નવરેજના મહિનામાં સને માહે ચારના એક પવિત્ર દિવસે કે જ્યારે રાજ્યશાસન કરવા માટે એમને તલવામાં આવ્યા હતા, કેઈએ અમારા રાજ્યમાં પશુઓની કતલ કરવી નહીં, શિકાર કરે નહીં, કેઈએ પક્ષીઓ, માછલાં પકડવાં કે મારવાં નહીં. આ આદેશ અમારા જીવનપર્યત પળાશે. કેઈએ આ આદેશની અવહેલના કે ઉલ્લંઘન કરવું નહીં તેનું પાલન સૌની ફરજ છે ૩ માહે ચાર
(મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૨).
સનદ-૩ અબુલ મુજફફર મેહમ્મદ શાહબુદ્દીન બાદશાહ ગાઝી સાહેબ
કિરાનેસાનીનું ફરમાન પરમેશ્વર મટે છે.
અબુલ મુઝફર મોહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનેસાની સને ૧ બીન જહાંગીર બાદશાહ બીન અકબર બાદશાહ બીન હુમાયુન બાદશાહ બીન બાબર બાદશાહે બીન ઉમર શેખમીરજ બીન સુલતાન અબુસઈદ બીન સુલતાન મહમ્મદ મીરઝા બીન મીરાશાહ બીન અમીર તૈમુર સાહેબ
કીરાન, પવિત્ર શ્રવણમાં એવું આવ્યું કે ચિંતામણી, શત્રુંજય શંખેશ્વર અને કસારીનાં દેરાંઓ, અમારા શુભ રાજ્યાભિષેકથી પણ પહેલાંના જમાનાથી છે, તેમજ અમદાવાદની ત્રણ, ખંભાતની ચાર પિસાલે, સૂરતની એક પિસાલ અને રાધનપુરની એક પિસાલ શાંતિદાસના કજામાં (વહીવટમાં) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org