________________
શ્રી શત્રુંજય મહાતી ને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યા
૧૩૩
આદેશનું શ્રીસંઘે પાલન તા કર્યું, પણ મુખ્ય ટૂંકમાં દેરું કે દેરી નહી. તે છેવટે એકાદ નાનુ* જિનબિંબ પધરાવવાની ભાવના સદ ંતર બંધ રહે એ શકય ન હતું. પરિણામે, દાદાની ટૂકમાં જ્યાં જ્યાં જિનખિંખ પધરાવી શકાય એવી જગ્યા જોવામાં આવી ત્યાં ઠેર ઠેર સેકડા જિનર્મિમા પધરાવાતાં રહ્યાં. આમ કરવામાં શિલ્પશાસ્ત્રના નિયમા, ધર્મ શાસ્ત્રના નિયમો, આશાતના થવાની સંભાવના અને મુખ્ય ટ્રકની સુંદરતા તેમજ કળામયતાની જે ઉપેક્ષા થતી હતી તે તરફ ધ્યાન આપી ન શકાયું. અને એ રીતે મુખ્ય ટૂંકમાં કેટલીક, નરી નજરે દેખાઈ આવે એવી, ખામી આવી જવા પામી.
આ ખામી પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈના ધ્યાનમાં પહેલાંથી જ આવી ગઈ હતી, પણ એ દૂર થાય અને દાદાની ટૂંક વધુ શેાભાયમાન અને કળામય બને એવા સમયની તે રાહ જોતા હતા, કારણ કે, આ કામ શ્રીસંઘની ભાવનાની દૃષ્ટિએ કઈક મુશ્કેલ અને તેનો ધમ લાગણીને ઠેસ પહેાંચાડે એવુ. આળુ હતુ, પણ એ કરવા જેવુ' હતુ એ અંગે તે નિશ્ચિત હતા. સાથે સાથે રામપેાળથી પ્રવેશ કર્યાં પછી જે જે ખાખતા તીની શાભામાં ઘટાડા કરે એવી હતી તેમાં પણ સમુચિત ફેરફાર કરવા જરૂરી હતા.
આમાં સૌથી પહેલાં તેઓએ રામપેાથી રતનપાળ સુધીના પાંચેય જૂના સામાન્ય પ્રવેશદ્વારાને સ્થાને રાજદરબારની જેમ દેવાધિદેવના દરખારને શેશભા આપે એવા રામપેાળ, સગાળપાળ, વાઘણપાળ, હાથીપાળ તથા રતનપાળના પાંચ કળામય આલીશાન પ્રવેશદ્વારા રૂા. સાડા ત્રણ લાખના ખર્ચે કરાવ્યા, જેની વિગત આ પ્રમાણે છે—
(૧) રામપેાળ—( શેઠ શ્રી કસ્તૂરભાઈનાં ધર્મપત્ની શારદાùન તરફથી ).
(૨) સગાળપાળ—(શેઠ શ્રી કસ્તૂરભાઈનાં મ્હેન શ્રીમતી ડાહીમ્હેન તરફથી ). (૩) વાઘણપાળ—(શેઠશ્રી કસ્તૂરભાઈનાં દાદીમાની વતી ).
(૪) હાથીપાળ—(શેઠ શ્રી કસ્તૂરભાઈના માટાભાઈ શેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ તરફથી ).
(૫) રતનપાળ—( શેઠ શ્રી કસ્તૂરભાઈનાં માતુશ્રી માહિનાખાના નામથી ).
આ પ્રવેશદ્વારો ઊભાં કરવાની સાથેાસાથ રામપેાળ તથા સગાળપાળના વચ્ચેના ભાગમાં, મેાતીશા શેઠની ટ્રેકની આસપાસમાં એ ચૂકના માણસાને રહેવાને માટે જે છાપરાં બનાવવામાં આવ્યાં હતાં તેથી તેમજ એ જ જગ્યામાં ડાળીવાળાએ વગેરે બેસતા હતા તેથી એ બધા ભાગ અવ્યવસ્થિત, ભરચક અને અશાભારૂપ લાગતા હતા. એ આખી જગ્યાને ખાલી કરાવીને એ સાફસૂફ રહે એવી ગેાઠવણુ કરી અને આવી ગેાઠવણુ કરવામાં માતીશા શેઠની ટ્રેકના માણસાને તેમજ ડાળીવાળાઆને વિસામા લેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org