________________
શેઠ આ૦ કોની પેઢીને ઇતિહાસ કામ ફતેહમંદ ઉતરે. વાસ્તે આ સસ્તી તમને આપવાની અહીંના આગેવાની મરજી થવાથી આ કાગળ લખે છે.
“તમે જાણે છે કે હાલમાં ઈન્ડીયા આફીસમાં સર જે. બી. પીલ સાહેબ છે, અને તેઓ કાઠીયાવાડના પિલીટીકલ એજન્ટ હતા અને તેમના હાથે સને ૧૮૭૭ની સાલમાં બંને પક્ષકારો વચ્ચે છેવટને ફેંસલો થએ. તેમાં પીલ સાહેબે ન્યાયબુધીથી બંને તરફના હક જાળવીને આપણી હરકતે ફર થવાનો ફેંસલો કર્યો. તે છેવટ સ્ટેટ સેક્રેટરી સુધી કાયમ રહો. પણ હાલના પિલીટીકલ ખાતાના અધિકારીઓ એ ફેંસલે ઉધે વાળવા બેઠા છે. .... “હવે જુઓ કે સરકારે પિતે સને ૧૮૭૭ માં ચાખે કરાવ કર્યો છે કે આપણી તકરાર પિલીટીકલ એજન્ટ સાંભળે. એમ છતાં હાલની જમાના રીતથી આપણને ઠાકર પાસે દાદ મેળવવા જવા ફરમાવ્યું. ત્યારે જેના ઉપર ફરિયાદ, તે ડાકોર આપણને કેવો ફેંસલે આપે, તે ઉપર નારાજ થઈ હવે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવાની છે. - “માટે તમે તમામે હકીગતથી વાકેફ થઈ લંડન જવું. અને સર જે. બી. પીલ સાહેબને આપણું નગરશેઠ સાહેબની સલામ સાથે મળવું. અને તે બાબતમાં જે ગોઠવણ કરવાની જરૂર પડે તે કરી પલ સાહેબને મળવું. તેમને તમામ હકીગતથી માહીત કરવા અને તેઉંની સલાહ પ્રમાણે અપીલની અરજી તઈયાર કરી તેમને બતાવી તે પછી જરૂર પડે તે અગર પ્રથમ અમારી સહી સારુ અહીં મોકલવી. એટલે એ અહીના સરકાર મારફત સ્ટેટ સેક્રેટરી તરફ મોકલાવીશું. અને આશા છે કે જ્યાં સુધી પીલ સાહેબ ઈન્ડીયા ઓફિસમાં છે ત્યાં સુધીમાં આપણું વ્યાજબી કામ સુધરશે. અને દાદ માત્ર એટલી મેળવવાની છે કે સને ૧૮૭૭ ના ઠરાવને અનુસરીને આપણી તકરારે પિલીટીકલ એજંટ સાહેબ સાંભળે અને એથી વિરુધ કરેલે મુંબઈ સરકારને ઠરાવ રદ કરે. આ બાબતમાં આપને દાદાભાઈ નવરોજજી અગર મી. રસલ સાહેબ જેવા બાહોશ બારીટરની સલાહ લેવી ઘટે તે લેશે.”
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાના બેસ્ટન શહેરથી તા. ૨૬-૪-૧૮૯૮ના રાજ આ કાગળને જવાબ આપ્યો હતે. એમાં કાગળની પહોંચ સ્વીકાર્યા પછી તેઓએ જણાવ્યું હતું કે,
- “આપણું પવિત્ર શત્રુંજય ડુંગર સંબંધી થતી રાજા તરફની અડચણ દૂર કરવા આપ મને ફરમાવે છે અને એ કામમાં મારા ઉપર વિશ્વાસ રાખે છે તેને માટે હું આપને ઉપકાર માનું છું. દરેક શ્રાવક ભાઈની ફરજ છે કે તેણે આ કામમાં તન મન ધન અર્પણ કરવું જોઈએ. ધનની બાબતમાં હું શક્તિમાન નથી તે પણ તન-મન અર્પણ કરવા ખુશી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org