________________
પીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
આ ફેંસલે પેઢીના અધિકાર ઉપર તરાપ મારે એ હોવાથી એના રક્ષણ માટે આગળ જે કંઈ પ્રયત્ન થઈ શકે એમ હેય એ કર્યા વગર એને પેઢી એમને એમ માન્ય રાખી લે તે જૈન સંઘના હિતને નુકસાન પહોંચ્યા વગર ન રહે. એટલે જે કંઈ થઈ શકે એમ હોય તે કરવાનું પેઢીએ નક્કી કર્યું અને નવેંબર ૧૯૨૩ના રોજ લંડન સેક્રેટરી ઓફ સ્ટેટને પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ એક સવિસ્તર અપીલ કરી અને મુંબઈ સરકારના આ ફેંસલાની પુનર્વિચારણા કરીને એને રદ કરવાની માંગણી કરી.
સેક્રેટરી ઓફ સ્ટેટ તરફથી આ અપીલનો કે ફેંસલે મળે તે પેઢીના દફતર માંથી જાણી શકાયું નથી.
(૩)
પાલીતાણા રાજ્ય સાથે રખેપાને છે પ્લે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ આપવાને કરાર તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ (૩૫ વર્ષની મુદતને) થયું હતું. ૨૦ કલમના આ કરારમાં અગાઉના ઝઘડાના મુખ્ય મુખ્ય મુદ્દાઓ અંગે જરૂરી સ્પષ્ટતા કરી લેવામાં આવી હતી, જેમાં અંગારશા પીર, મોટે રાત તથા મહાદેવના મંદિર સંબધી હકકને લગતા મુદ્દાઓને પણ સમાવેશ થતો હતે.
આ કરારની નવમી કલમમાં જણાવ્યા મુજબ મહાદેવના મંદિરને પત્રના અધિકારમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું અને એ મંદિર પહોંચવાને જુદે રસ્તો ગઢની બહારના ભાગમાંથી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ રીતે મહાદેવના મંદિરને ગઢથી જુદું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે સને ૧૯૩૧ માં પાલીતાણા રાજ્ય સાથે પેઢીને વિવાદ ઊભો થયો. પેઢીએ તા. ૧૨-૭-૧૯૭૧ ના રોજ પાલીતાણા રાજ્યને એક અરજી કરી અને તેમાં મહાદેવના મંદિરની નજીકની જમીનમાં આવેલ (હવા, ઈશ્વરકુંડ અને ઈશ્વરકુંડની દક્ષિણ દિશા તરફની જમીન-એ મહાદેવના મંદિરની હદમાં નહીં આવતાં હોવાથી મહાદેવના મંદિરની હદની અંદર એને સમાવેશ ન કર
એ એમ જણાવ્યું. આ અરજીને પાલીતાણાના દીવાનશ્રીએ તા. ૨૬-૧૨-૧૯૭૧ ના રોજ ફેંસલો આપતાં આ ત્રણેય સ્થાને પોતાની માલિકીનાં હોવાની પેઢીની માંગણી નકારી કાઢીને આ અરજી નામંજૂર કરી હતી. આની સામે પેઢી તરફણી તા. ૧૮૮-૧૯૩૨ ના રોજ વેસ્ટ ઈન્ડિયાના એજન્ટ ટુ ધી ગવર્નર સર હર્બટ કેલી (Kealy) સમક્ષ એક અરજી કરી હતી, જેમાં આ બાબતની પુનઃ વિચારણા કરીને પિતાને સીધેસીધી એજન્સીમાં રજૂઆત કરવાની અનુમતિ આપવાની માંગણી કરી હતી. આ અરજી અંગે તા. -૧૧-૩૨ ના રેજ એજન્ટ ટુ ધી ગવર્નર જનરલના સેક્રેટરી મિ. જી. એફ.
વાયરની સહીથી પેઢીને જણાવવામાં આવ્યું કે, આવી અર૭ પાલીતાણા દરબારની મારા જ મોકલવી જોઈએ. જાણ ખાતર આવી અરજીની નકલ એજન્સી ઉપર એકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org