________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૧૦૧ ટુ ધી ગવર્નરનાં પગલાંને. એના કાર્યક્ષેત્રની મર્યાદામાં સમાવેશ થાય છે એમ ગવર્નર માને છે. એટલે પિતાની આ અપીલના ૨૦ મા પેરેગ્રાફમાં શ્રાવક કેમે જે રાહતની માંગણી કરી છે તે મંજૂર રાખવા સિવાયની બાકીની અપીલ રદ કરવામાં આવે છે.
આશરે વીસ વર્ષ ચાલેલા આ વિવાદને અંત છેવટે શેઠ આણંદજી કલ્યાણજીની માંગણની વિરુદ્ધમાં જ આવ્યો હતો તેમ આ આખા પ્રકરણની વિગતે તપાસતાં દેખાઈ આવે છે. આમાં ફક્ત જેન કોમની માગણને એટલા પૂરતો જ સ્વીકાર થયે કહેવાય કે ગિરિરાજ ઉપરના માર્ગને સરખા રાખવાનું દબાણું પાલીતાણું રાજ્ય ઉપર એજન્સી તરફથી કરવામાં આવે તે વાતને કાયદેસરની લેખવામાં આવી હતી. પણ આટલા લાંબા સમયના વિવાદને અંતે આ પ્રકારની જે ઉપલબ્ધિ થઈ તે સામાન્ય કટિની ગણાય.
જે અરસામાં શત્રુંજયના ગઢની અંદર આવેલ અંગારશા પીરની દરગાહની જગ્યામાં સમારકામ અને બાંધકામ કરવાની મંજૂરી પાલીતાણું રાજ્ય મુસલમાન જમાતને આપી અને એના લીધે પાલીતાણું રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે લાંબો વિવાદ શરૂ થયો, લગભગ તે જ અરસામાં, ગિરિરાજ ઉપરના વિસામા, કુડે, દેરીઓ અને તલાટીથી ગઢના પ્રવેશદ્વાર સુધી માર્ગ સમ કરાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ કામ પેઢી તરફથી શરૂ કરવામાં આવતાં તરત જ પાલીતાણા રાજ્ય તરફથી એને રોકી દેવામાં આવ્યું અને રાજ્યની અગાઉથી મંજૂરી મેળવ્યા વગર આવું કઈ પણ કામ શરૂ ન કરવાનું જણાવવામાં આવ્યું. આ ઉપરથી પેઢીને આ માટેની મંજૂરીની માંગણી કરતાં વિસામા, કુંડ અને દેરીઓનું સમારકામ કરવાની મંજૂરી તે પાલીતાણા રાજ્ય તરફથી આપવામાં આવી, પણ રસ્તાનું સમારકામ કરવાની મંજૂરીને ઈન્કાર કરવામાં આવ્યું. આને લીધે અંગારશા પીરની જગ્યા અગે ઊભા થયેલા વિવાદ જે જ વિવાદ ઊભો થયો અને તે પણ બે દાયકા જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો અને એને છેવટે અંત આવ્યો તે ઉપર સૂચવેલ મુંબઈ સરકારના ઠરાવના સાર ઉપરથી જાણી શકાય છે. રસ્તાના સમારકામને આ વિવાદ સીધે પાલીતાણા રાજ્ય સાથે જ ઊભે થયે હતું, પણ એની મોટા ભાગની વિગતે અંગારશા પીરના વિવાદ જેવી જ હતી એટલે એને અહીં રજૂ કરવાની જરૂર જણાતી નથી.
આ પછી આ બંને વિવાદે અંગે પેઢી તરફથી આગળ શી કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી આપે એવી સામગ્રી પેઢીના દફતરમાંથી મળી શકી નથી.
રાજ્ય સામે એજન્સીમાં ફરિયાદ કરવાની પદ્ધતિ અંગે વિવાદ
કોઈ પણ બાબતમાં પાલીતાણા રાજ્ય સાથે વિવાદ ઊભો થાય તે એ માટે પાલીતાણા રાજ્યની કોર્ટમાંથી ફેંસ મેળવ્યા પછી જ, જે એ ફેંસલે માન્ય ન હોય તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org