________________
૧૦૦
શેઠ આ કરની પતીને ઇતિહાસ બીજી બાજુ કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. સી. એચ. એ. હીલે સને ૧૯૦૮ ની તા. ત્રીજી ઓગસ્ટ કે સપ્ટેમ્બરના રોજ શેઠ શ્રી મનસુખભાઈ ઉપર જે પત્ર લખ્યો હતો તેમાં પિતાના હુકમ સામે જે જૈન કોમ સરકારને અપીલ કરવા માંગતી હોય તો એમાં કઈ સમયમર્યાદા બાધારૂપ ન થવી જોઈએ એમ સ્પષ્ટ જણાવ્યું હતું. આ પછી આ પ્રકરણમાં શ્રાવક કેમ તરફથી છેક સને ૧૯૨૧-૨૨ સુધીના ચૌદેક વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન કેવાં પગલાં ભરવામાં આવ્યાં હતાં અને પાલીતાણા રાજ્ય પણ કેવું વલણ અપનાવ્યું હતું તેની માહિતી આપે એવી સામગ્રી પેઢીના દફતરમાંથી મળી શકી નથી.
પેઢીના દફતરમાં આ અંગારશા પીરના પ્રકરણ અંગે કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નરના પર્સનલ આસીસ્ટંટ એ. ડબલ્યુ. ટી. વેબને એક છપાયેલે પત્ર સચવાઈ રહ્યો છે. આ પત્ર દ્વારા એમણે મુંબઈ સરકારે આ પ્રકરણ બાબતમાં તા. પ-૭-૧૯૨૨ના રોજ કરેલ નં. ૧૮૩-૪ના ઠરાવમાં દર્શાવવામાં આવેલ ફેંસલાને સાર રજૂ કર્યો છે. મુંબઈ સરકારે આપેલે આ ફેંસલે તા. ૭-૭-૧૯૦૮ના રેજ મિ. હિલે આપેલ ચુકાદાની સામે કરવામાં આવેલ અપીલને અનુલક્ષીને આપવામાં આવ્યો હતે. અહીં શરૂઆતમાં જ “આ અપીલો” (these apeals) એ જે નિર્દેશ કરવામાં આવ્યો છે તે ઉપરથી એમ લાગે છે કે મિ. હીલના ફેંસલા સામે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી તથા પાલીતાણા રાજ્ય તરફથી મુંબઈ સરકારને અપીલ કરવામાં આવી હોવી જોઈએ, જેની નકલો ઉપલબ્ધ થઈ શકી નથી.
મુંબઈ સરકારે પોતાના આ ફેંસલામાં અંગારશા પીરના બાંધકામ તથા સમારકામ તથા તલાટીથી ગઢના પ્રવેશદ્વાર સુધીના માર્ગના સમારકામ-એ બંને મુદ્દાઓની જુદી જુદી છણાવટ કરીને છેવટે એ મતલબનો ફેંસલે આપ્યું હતું કે–
(૧) અંગારશા પીરની જગ્યાના સમારકામ તથા બાંધકામ અંગે જાગેલ વિવાદ એ શેઠ આણંદજી કલ્યાણજી અને મુસલમાન જમાત સાથે સંબંધ ધરાવતી બાબત છે એટલે એને નિકાલ કરવાની સત્તા પાલીતાણા રાજ્યને હોવાથી એ માટે પાલીતાણાની કેટને આશરો લેવો જોઈએ. વસ્તુસ્થિતિ આવી હોવાથી આ અંગેની શ્રાવકોની અપીલ રદ કરવામાં આવે છે.
કે (૨) તળાટીથી ગઢના પ્રવેશદ્વાર સુધીના રસ્તાના સમારકામની સત્તા પણ શ્રાવક કેમ હસ્તક નથી. એ સત્તા પાલીતાણા રાજ્યને છે. આમ છતાં સરકાર જેન કેમની સગવડ તથા એના અધિકારની રક્ષા થાય એ અંગે જે રસ ધરાવે છે તે ઉપરથી આ રસ્તાને સારી સ્થિતિમાં રાખવાનું દબાણ પાલીતાણાના દરબારશ્રી ઉપર લાવવાનાં એજન્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org