________________
છે
શેઠ આe કરની પેઢીને ઇતિહાઇ એજન્સીની કેટમાં અપીલ કરી શકાય કે સીધેસીધી પાલીતાણા કેર્ટને ફેંસલો મેળવ્યા વચર એજન્સીમાં ફરિયાદ કરી શકાય?—આ બે મુદ્દાઓ અંગે અવારનવાર પાલીતાણા રાજ્ય અને પેઢી વચ્ચે વિવાદ ઊભા થતા રહ્યા હતા.
આ વિવાદ સને ૧૮૯૬ની સાલમાં ઊભે થયેલ હતું. એ વખતે કાઠીયાવાડના એકિંટગ પિલિટીકલ એજન્ટ લેફટનન્ટ કર્નલ સી. ડબલ્યુ. સીવે (C. M. Sealy), તા. ૧-૧૦-૧૮૯૬ના રેજ, એ મતલબને ફેંસલે આપ્યું હતું કે, પાલીતાણ દરઆરને રીતસરની ફરિયાદ કર્યા વગર સીધેસીધી ફરિયાદ એજન્સી સાંભળી શકે નહીં.
આ ફેંસલાની સામે પેઢી તરફથી તા. ૧૬-૭–૧૮૯૭ના રોજ મુંબઈને ગવર્નર વિલિયમ બેરન સેન્ડર્સને અપીલ કરવામાં આવી હતી અને એમાં આ મિ. સિલે આપેલ ચુકાદા અંગે ફેરવિચારણા કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.
મુંબઈને ગવર્નરને કરવામાં આવેલ આ અરજીનું પરિણામ શું આવ્યું–તેની માહિતી મળી શકે એવી સામગ્રી પેઢીના દફતરમાંથી મળી શકી નથી.
(૨) - આવો જ વિવાદ સને ૧૯૨૨ માં પણ ઊભું થયું હતું. તે વખતે તા. ૧-૧-૧૯૨૨ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર પ્રતિનિધિઓએ કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નને એક અરજી કરી હતી. આ અરજીની નકલ તે મળી શકી નથી, પણ એમ લાગે છે કે, પાલીતાણું રાજય સાથેના કેઈક વિવાદને અનુલક્ષીને એ અરજી સીધેસીધી કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નરને કરવામાં આવી હતી. આ અરજીને તા. ૮-૬-૧૯૨૨ ના નં. P/૪૯ of ૧૯૨૨ ના શેરાથી, કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવનરના પર્સનલ આસિસ્ટંટ એ. ડબલ્યુ. ટી. વેબ (Webb)ની સહીથી, એ મતલબને ફેસલે આપવામાં આવ્યો હતો કે, આ બાબત હાથ ધરવાની સત્તા એજન્સીને નથી. એટલા માટે પેઢીએ એજન્સીને ફરિયાદ કરતાં અગાઉ પાલીતાણા રાજ્યની કેટ માંથી ફેંસલો મેળવવાને પૂરેપૂરો પ્રયત્ન કરી લેવું જોઈએ. આ મુદ્દો પેઢીના પાયાના હકને અસર કરતા હોવાથી, પેઢી તરફથી તા. ૫-૯-૧૯૨૨ ના રોજ મુંબઈના ગવર્નર કેપ્ટન સર જે લેઇડને અપીલ કરવામાં આવી. આ અપીલને ફેંસલે પણ મુંબઈ સરકારના તા. ૨૫-૫-૧૯૨૩ ના નંબર –૪૪–૧-૬ ના ઠરાવથી જૈનોની (પેઢીની) વિરુદ્ધ આવ્યું અને કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નરને ઓર્ડર કાયમ રાખવામાં આવ્યું. મતલબ કે કઈ પણ મુદ્દા અંગે પેઢી પાલીતાણા રાજ્યની કેર્ટમાંથી ફેંસલો મેળવ્યા પી જ એજન્સીમાં અપીલ કરી શકે એ વાત કાયમ રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org