________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ અને ગિરિરાજ ઉપર ચૌમુખજીની ટૂંકમાં ચાકી કરવાની ફરજ તે ખજાવતા હતા. મરણુ સમયે તેની ઉ*મર ૬૦ થી ૬૫ વર્ષની હતી એમ લાગે છે. તા. ૨૫-૧૧-૧૮૭૮ ના રાજ સવારના વખતમાં તે ગઢની ખહારના ભાગમાં મરેલી હાલતમાં મળી આવ્યા હતા, એટલે તા. ૨૪–૧૧–૧૮૭૮ ની રાતના કાઈક સમયે એનુ' મરણ થયુ હતુ.
حف
જ્યારે આ વાતની જાણ પાલીતાણા રાજ્યના પાલીસખાતાને કરવામાં આવી ત્યારે જે કઈ તપાસ હાથ ધરવામાં આવી એના પરિણામે આલમ ખેલીમનું અવસાન ગઢ ઉપરથી નીચે પટકાઇ જવાના અકસ્માતથી થયું હતુ કે ઈરાદાપૂર્વક એનું ખૂન કરવામાં આવ્યુ. હતુ. એ મુદ્દાને લઇને વિવાદ ઊભા થવા પામ્યા હતા.
આ બાબતમાં રાજ્ય તરફથી એવુ` તહેામત મૂકવામાં આવ્યુ` હતુ` કે, આલમ બેલીમ એના માથા ઉપર થયેલ ઘાના લીધે મરણ પામ્યા હતા, પણ આ ઘા ગઢ ઉપરથી પડી જવાને કારણે નહીં, પણ એનું ખૂન કરવાના ઇરાદાથી ખુદ પેઢીના માણસોએ જ કુહાડીથી કર્યાં હતા.
દરખારશ્રી તરફથી પેઢીના માણસા ઉપર મૂકવામાં આવેલ ખૂનના આરેાપ અંગે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખૂન શ્રાવકાના (પેઢીના) માણસાએ એટલા માટે કર્યું હતું કે, આલમ ઉપર એવે શક રાખવામાં આવતા હતા કે તે કારખાનાની એટલે કે પેઢીની કેટલીક ખાનગી વાતાની માહિતી દરખારને આપી દેતા હતા.
આલમ બેલીમના મરણને પેઢીના માણસાના હાથે થયેલ ખૂન તરીકે ઓળખાવવાની પાલીતાણાના દરખારશ્રીને કેટલી બધી ઉત્સુકતા હતી તે એ હકીકત ઉપરથી પણ જાણીશકાય છે કે, આ કેસ ખાખતમાં પાલીતાણા રાજ્યના ન્યાયખાતા તરફથી પૂરતી તપાસ કરીને એના ફૈસલા આપવામાં આવે તે અગાઉ જ, પાલીતાણાના દરખારશ્રી તરફથી લંડન મહારાણી વિકટારિયાના સેક્રેટરી એક્ સ્ટેટને તા. ૨૫-૧-૧૮૭૯ ના રાજ સરકારના તા. ૧૬-૩-૧૮૭૭ ના નં. ૧૬૪૧ ના ઠરાવની સામે જે અપીલ કરવામાં આવી હતી તેમાં પણ શ્રાવકાના સિપાઈ એને હાથે થયેલ આ ખૂનના નિર્દેશ કરવામાં આવ્યેા હતા.
પાલીતાણા રાજ્યે કરેલી આ અરજીની નકલ તા પઢીના દફ્તરમાંથી મળી શકી નથી, પણ આ અરજીની વિરુદ્ધમાં પેઢી તરફથી તા. ૪-૬-૧૮૭૯ ના રાજ લ`ડન ખાતે મહારાણી વિકટોરિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રેનથ્રકને જે અરજી કરવામાં હતી તેમાં દરખારશ્રી તરફથી કરવામાં આવેલ આ અરજીના નિર્દેશ મળે છે. દરખારશ્રીની તથા પેઢીની મુંખઇ સરકારના સને ૧૮૭૭ના ન. ૧૬૪૧ના ઠરાવ સામેની આ અરજીએ મળ્યા પછી સેક્રેટરી ઓફ સ્ટેટે મુબઇ સરકારના નં. ૧૬૪૧ ના સને ૧૮૭૭ ના ઠરાવ માન્ય રાખીને તેમાં કોઈ પણ જાતના ફેરફાર કરવાની જરૂર નથી એમ સ્પષ્ટ સૂચવ્યુ હતુ.. અને એ રીતે આ ખ'ને અરજીએ એમણે કાઢી નાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org