________________
શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ આ આખે દસ્તાવેજી કાગળ જતાં એ જાણી શકાય છે કે, મુદ્દા નં. ૪, ૯, ૧૬ અને ૧૮ માં શ્રાવકેના વર્તન અંગે કેટલીક ટીકા કરવામાં આવી છે અને મુદ્દા નં. ૪, ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૧૩, ૧૫, અને ૧૯ માં પાલીતાણું રાજ્યના વલણની ટીકા કરવામાં આવી છે. આ વીસ મુદામાને દસમો અને ચૌદમે એ બે મુદ્દા વિશેષ મહત્ત્વના એટલા માટે છે કે, તે આલમ બેલીમનું મરણ ખૂનથી નહીં, પણ અકસ્માતથી થયું હેવાને પિલિટિકલ એજન્ટનો મત સ્પષ્ટ રૂપમાં દર્શાવે છે જે આ પ્રમાણે છે
“૧૦. એવું માલુમ પડે છે કે, મરનારના દીકરાની જુબાની તેના બાપન માત સંબંધી લેવામાં આવી નહોતી અને સેસનના કામમાં પણ તે કામના છેવટ ભાગ સુધી લેવામાં આવી હતી. તેમજ દફતાર અબદુલાખાનની જુબાની લેવામાં આવી હતી. જે આ સાક્ષીઓની જુબાની કમીટીંગ માજીસ્ટ્રેટે લીધેલી હોત તે આલમનું મેત આકસમીત રીતે થએલ છે અને અગ્ય રીતે થયું નથી એમ સાબીત થાત અને કેદીઓને ચાર માસ કરતાં વધારે મુદત સુધી કેદમાં રેહેવું પડત નહીં.
૧૪. જે પિલીસે તથા માજીસ્ટ્રેટે પાતાનું કામ બરાબર રીતે બજાવ્યું હતું તે મરનાર સખસનું મોત સ્વભાવીક રીતે થયાની વાત સાબીત થાત અને તેણે મતદારોને લાંબી મુદત સુધી કેદ ભેગવવાને બચાવ થાત.”
આ ઉપરથી એ સ્પષ્ટ પુરવાર થઈ ગયું હતું કે આલમ બેલીમનું મરણ પેઢીના માણસેએ કરેલ ઈરાદાપૂર્વકના ખૂનથી થયેલું સાબિત કરવાના પાલીતાણું રાજયના પ્રયત્ન સાવ નાકામિયાબ થયા હતા અને એનું અવસાન અકસ્માતથી જ થયાની વાત માન્ય રાખવામાં આવી હતી.
આ પ્રકરણમાંથી જાગેલા કેટલાક ફણગા (૧) વકીલની સનદ રદ કરીઃ આલમ બેલીમના મરણને કારણે પાલીતાણાની કેર્ટમાં રાજ્ય તરફથી ખૂનના આરોપનો જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને છ આરોપીઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતા તેના બચાવ માટે એજન્સીની કોર્ટના અમદાવાદના વકીલ શ્રી મહીપતરામ નથુભાઈને રોકવામાં આવ્યા હતા. આ વકીલે પિતાના પક્ષને બચાવ એવી સચોટ રીતે અને સચોટ ભાષામાં કર્યો હતો કે જેને લીધે પાલીતાણાની કોર્ટના સર ન્યાયાધીશ જનાર્દન સુંદરજી કીર્તિકરે એમાં કોર્ટનું અપમાન થયેલું માની લઈને પાલીતાણા રાજ્યમાં વકીલાત કરવાની એમની સનદ રદ કરી હતી. અને પાછળથી આ વાત જ્યારે પાલીતાણુના દીવાનશ્રી ગોપીનાથ સદાશિવજી સમક્ષ રજ થઈ ત્યારે તેમણે પણ સરન્યાયાધીશે વકીલ મહીપતરામ નથુભાઈ સામે જે પગલું ભર્યું હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org