________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અધિકાર ધરાવતી આણંદજી કલ્યાણજી નામની કોઈ વ્યક્તિ હોય એમ સરકાર માનતી નથી.
અહીં રમૂજ કે ખેદ ઉપજાવે એવી વાત તે એ છે કે, જ્યારે મુંબઈ સરકાર તરફથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અંગે, તેમ જ એ આખા હિંદુસ્તાનના જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા હોવા અંગે આવી બેટી શંકાભરી માન્યતા વ્યક્ત કરી તે વખતે એનું ધ્યાન એક મહત્વના દસ્તાવેજ તરફ પણ ન ગયું કે જે સને ૧૮૨૧ ની સાલમાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ આર. બનવેલની દરમિયાનગીરીથી પાલીતાણાના દરબાર સાથે રખોપાનો જે બીજે કરાર કરવામાં આવ્યો હતો તેમાં જૈન કોમના પ્રતિનિધિ તરીકે શેઠ આણંદજી કલ્યાણજીનું જ નામ નંધવામાં આવ્યું હતું. - એમ લાગે છે કે પેઢીએ તા. ૧૩-૧-૧૮૮૦ના રોજ મુંબઈના ગવર્નરને જે અરજી કરી હતી અને જેના સંબંધમાં મુંબઈ સરકારે ઉપર સૂચવે તે વિચિત્ર ઠરાવ કર્યો હતો તે અરજીના જવાબમાં પાલીતાણા રાજ્ય તરફથી, સંભવ છે કે, પોલિટિકલ એજન્ટ સમક્ષ કંઈક એવી રજુઆત કરવામાં આવી હોય કે શેઠ આણંદજી કલ્યાણજી નામની ન તે કઈ વ્યક્તિ છે કે તે એને આખા હિંદુસ્તાનના જૈનોનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે. પાલીતાણા રાજય તરફથી કંઈક આવી મતલબની રજૂઆત થઈ હોય અને એનાથી દેરવાઈને મિ. બાર્ટન મુંબઈ સરકારને ઉપર મુજબ ભલામણ કરવા પ્રેરાયા હોય એ બનવાજોગ છે. એ જે હોય તે.
* મુંબઈ સરકાર તરફથી આણંદજી કલ્યાણજીની પેઢી આ રીતે જૈન કેમનું પ્રતિ. નિધિત્વ ધરાવે એ વાતને ઈન્કાર કરે અને એ વાતને ચુપચાપ સ્વીકારી લેવામાં આવે તે પેઢી દ્વારા શત્રુંજય વગેરે તીર્થોને વહીવટ સંભાળવાની જે કામગીરી થતી હતી તેને માટી હાનિ પહોંચ્યા વગર ન જ રહે. એટલે પેઢી તરફથી સને ૧૮૮૦ના એપ્રિલ માસમાં (તારીખને નિર્દેશ નથી) મુંબઈના ગવર્નર આર. એસ. બર્નરને અરજી કરીને પેઢી અંગે જે વિધાન મુંબઈ સરકાર તરફથી કરવામાં આવ્યું હતું તે પાછું ખેંચી લેવાની માંગણી કરવામાં આવી હતી.
આ અરજીને મુંબઈ સરકાર તરફથી શું જવાબ મળે તે જાણી શકાતું નથી. પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આખા હિંદુસ્તાનના જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું પ્રતિનિધિત્વ કરી શકે એ બાબત જૂના દસ્તાવેજથી પણ પુરવાર થયેલી હોવા છતાં, આ મુદ્દાને લઈને પેઢીનાં તીર્થરક્ષા વગેરેનાં કામોને કે એના દ્વારા થતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિત્વને કેઈપણ જાતને બાધ ભવિષ્યમાં આવવા ન પામે તેમ જ તીર્થનાં કે જૈન સંઘનાં હિતેને નુકસાન પહોંચવા ન પામે એ માટે, દીર્ઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org