________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તેને માન્ય રાખ્યું હતું. આ પછી વકીલશ્રી મહીપતરામ નથુભાઈએ આ બાબતમાં શી હિલચાલ કરી તે જાણી શકાતું નથી.
(૨) બાટાની ટીકા સામે અપીલ :–કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટ મિ. બાટને આલમ બેલીમના કેસની બાબતમાં વીસ મુદ્દાના લખાણમાં શ્રાવકો અંગે જે ટીકા કરી હતી તે ટકા પિતાને ગેરવાજબી લાગવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેલ તરફથી તા. ૧૩-૧-૧૮૮૦ ના રોજ મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ બેરોને એક અપીલ કરવામાં આવી હતી અને એમાં મિ. બાર્ટને કરેલી શ્રાવકેની ટીકાને જવાબ આપવાની સાથે સાથે આ બાબતની તપાસ કરવાને માટે તટસ્થ અમલદારનું એક કમિશન નીમવાની પણ માગણી કરી હતી.
(૩) પેઢીની કાયદેસરતા અંગે શંકા –ઉપર સૂચવેલી અરજીનું એક અણધાર્યું અને વિચિત્ર પરિણામ એ આવ્યું કે, એમાં મુંબઈ પ્રાંતના એકિંટગ ચીફ સેક્રેટરી જે. આર. નાયેલરે (J. R, Naylor) તા. ર૪-૨-૧૮૮૦ના નં. ૮૭૨ ના પત્રથી, કાઠિયાવાડના લિટિકલ એજન્ટના તા. ૧૦-૨-૧૮૮૦ના નં. ૪૯ના પત્રમાં કરવામાં આવેલી ભલામણ મુજબ, આ અરજી આ પ્રમાણેનાં ત્રણ કારણસર નામંજૂર કરી : (૧) જે ચુકાદાની સામે અપીલ કરવામાં આવેલી છે એ ચુકાદાની નકલ અરજી સાથે સામેલ નથી. (૨) અરજીનું લખાણ અઘટિત ભાષામાં લખવામાં આવ્યું છે. અને () આણંદજી કલ્યાણજી એ નામની કઈ વ્યક્તિ છે નહિ. આણંદજી કયાણજી એ નામ કંઈ એક વ્યક્તિનું નહીં, પણ કેઈ એક પેઢીનું છે, આ રીતે આ ત્રીજા વાંધાની રજુઆત કર્યા પછી એ વાતને વધારે ખુલાસાપૂર્વક રજૂ કરતાં વધારામાં કહેવામાં આવ્યું હતું કે, આણંદજી કલ્યાણજીની પેઢી શ્રાવક કેમની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરવાને દાવો કરે છે અને જે આ કોમ પાલીતાણા રાજ્ય અને એમની વચ્ચે પ્રવર્તતી ગેરસમજને સાચે જ દૂર કરવા માગતી હોય તે, એણે પિતાની જ્ઞાતિની સામાન્ય સભા બોલાવીને કે વગદાર સભ્યની નિમણુંક કરવી જોઈએ. અને એને પિલિટિકલ એજન્ટની મધ્યસ્થી અને દેખરેખ નીચે પાલીતાણા રાજય સાથેના બધા મુદ્દાઓનું સમાધાન કરવાની સત્તા આપવી જોઈએ.
આ રીતે આ ત્રણ વાંધાઓને કારણે આ અરજી નામંજૂર કર્યા પછી વિશેષમાં આ પત્રમાં ઠરાવરૂપે જણાવવામાં આવ્યું હતું કે, અરજદારને એ વાતની જાણ કરવી કે, સરકાર એવી વ્યક્તિ તરફથી જ અરજી સ્વીકાર કરશે કે જે વ્યક્તિ શુભનિષ્ઠાભરી (Bonafide) ફરિયાદ પોતાના તરફથી અથવા જેઓએ એમને કાયદેસરનો અધિકાર આપે હોય તેમની વતી રજૂ કરશે અને ભારતની આખી શ્રાવક કેમનું પ્રતિનિધિત્વ કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org