________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
પેઢી તરફથી લંડન મોકલવામાં આવેલી આ અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આલમ બેલીમની નજર ટૂંકી (ઝાંખી) હતી. અને એકાદ વર્ષ પહેલાં પણ એને એક અકસ્માત થયો હતો. અને તેથી એના હાથને ઈજા થઈ હતી.
આ ઘટના અંગે પેઢી તરફથી એવી મતલબનો ખુલાસો કરવામાં આવ્યું હતું કે મધરાત પછી જ્યારે આલમ બેલીમ ગઢમાંના બીજા સિપાઈ એની આલબેલના જવાબમાં સામેથી આલબેલ પિકારવા માટે ગઢ ઉપર ચઢો હતો અને ગઢને એ ભાગ તૂટી ગયેલ હતો એટલે આલમ બેલીમ પિતાનું સમતલપણું ગુમાવીને ગઢની નીચે ચૂનાની છેવાળી જમીન ઉપર પટકાઈ પડયો હતો અને એને કારણે માથામાં એને જે ઈજા થઈ હતી તેને લીધે તેનું મરણ નીપજ્યું હતું.
- ટૂંકમાં, રાજ્યનો પ્રયત્ન આ મરણને પેઢીના માણસના હાથે ઈરાદાપૂર્વક કરવામાં આવેલ ખૂનરૂપે પુરવાર કરવાનું હતું અને એ માટે એને પેઢીની નોકરીમાં રહેલા અને ડુંગર ઉપર ફરજ સંભાળતા છ જણને હિરાસતમાં લીધા હતા. અને ખૂન કરવા માટે લેવાયેલ તરીકે મનાયેલ એક કુહાડી પણ કબજામાં લીધી હતી. ઉપરાંત એનું પંચનામું વગેરે પણ કરાવ્યું હતું. આની સામે પેઢીએ તે એક જ રજૂઆત કરી હતી કે આ મરણ કેવળ અકસ્માતને કારણે જ થયું હતું. અને એનું ખૂન નિપજાવવાને લેશ પણ પ્રયત્ન કે ઈરાદે ન હતે.
જ્યારે આ મુકદ્દમે પાલીતાણાના સર ન્યાયાધીશ જનાર્દન સુંદરજી કીર્તિકર સમક્ષ ચાલ્યા, ત્યારે આ અંગે પોતાને સૂઝી એવી તપાસ કર્યા બાદ એમણે તા. ૨૪-૪-૧૯૭૯ ના રોજ એને લંબાણથી ચુકાદો આપ્યો. આ ચુકાદામાં એમણે બે બાબતે અંગે પિતાને સ્પષ્ટ અભિપ્રાય જણાવ્યો હતો, જે આ પ્રમાણે છે :
(૧) આલમ બેલીમનું મરણ અકસ્માતથી નહીં, પણ ઈરાદાપૂર્વક કરવામાં આવેલા ખૂનથી થયું હતું.
(૨) આ ખૂનના આરોપીઓ તરીકે પેઢીના જે છ નેકરની ધરપકડ કરવામાં આવી હતી તેમાં આ ખૂન કેના હાથે અને ક્યારે થયું હતું એ નક્કી થઈ શકતું ન હોવાથી શકનો લાભ આપીને યે આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા હતા.
આ કેસની બાબતમાં નીચેની માહિતી જાણવી રસપ્રદ થઈ પડશે. પાલીતાણાના સર ન્યાયાધીશની કોર્ટમાં આ કેસ દાખલ થયા પછી એમણે પાલીતાણા રાજ્યના કારભારી શ્રી ગોપીનાથ સદાશિવ ઉપર આ કેસ બાબત એક કાગળ અંગ્રેજીમાં લખ્યું હતું એ ઉપરથી કારભારીએ તા. ૨૩-૨-૧૮૭૯ ના રેજ પિલિટીકલ એજન્ટને અંગ્રેજીમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org