________________
૧૧
પાલિતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ વિ. સ. ૧૭૦૭ (ઇ. સ. ૧૬૫૦)માં પાલિતાણાના દરબાર કાંધાજી સાથે શ્રી શત્રુંજય તીર્થાંના રખાપાના સૌથી પહેલા કરાર કરીને તીર્થંભૂમિનું તેમજ યાત્રિકાના જાનમાલનું રક્ષણ કરવાની જે જોગવાઈ કરી હતી તે, મળતા નિર્દેશા પ્રમાણે, સને ૧૭૮૮ એટલે કે વિ. સ. ૧૮૪૪ સુધી અર્થાત્ ૧૩૭ વર્ષ સુધી ચાલુ રહી હતી.
૧૩૭ વર્ષ જેટલા લાંખા ગાળા દરમિયાન ગારિયાધાર-પાલિતાણાના ગાદીવારસા બદલાતા રહ્યા હતા અને રાજગાદી પણ ગારીયાધારથી પાલિતાણામાં બદલાઈ ગઈ હતી. ઉપરાંત તીના વહીવટ પણ ક્રમે ક્રમે અમદાવાદના સધના હાથમાં વ્યવસ્થિત થતા જતા હતા અને સમય જતાં અમદાવાદ સઘની પેઢી તથા શત્રુંજય તીના વહીવટ સ'ભાળતી પેઢીને બધા કારોબાર શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યા હતા. અર્થાત્ પેઢી તીના તેમજ યાત્રિકાના દરેક પ્રકારના હિતની સાચવણી માટે હમેશાં સજાગ અને પ્રયત્નશીલ રહેતી હતી.
આ બધુ છતાં, આટલા લાંખા સમય દરમિયાન, પાલિતાણા રાજ્ય અને શ્રાવક કામ કે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ખટરાગના નાના-મોટા કોઇપણ જાતના પ્રસ`ગ ઊભેા થવા પામ્ચા હાય એમ નિશ્ચિત રીતે કહી શકાય એવી કોઈ જાતની સામગ્રી ઉપલબ્ધ થઈ શકી નથી, સાથે સાથે આ સમય દરમિયાન રાજ્ય અને જૈનો વચ્ચે કાઈ પણ જાતની અથડામણના પ્રસંગેા ઊભા થયા હાય અને એની સામે શ્રાવક કામે રાજ્યને ફરિયાદ કરવાની ફરજ પડી હોય અથવા પેાતાની દુઃખની લાગણી દર્શાવવા માટે કોઈ પણ જાતનાં પગલાં ભરવાં પડથાં હોય એવી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. એટલે સામાન્ય રીતે એમ માનવુ રહ્યુ કે, આ ૧૩૭ વર્ષ જેટલા લાંબા ગાળા દરમિયાન રાજ્ય અને જૈનો વચ્ચે એક દર અનુકૂળતાવાળું વાતાવરણ પ્રવર્તતું હશે. એટલે કે યાત્રિકા ખાસ કોઈ કનડગત વગર યાત્રા કરી શકતાં હશે. અહી' એ કબૂલ કરવુ' જોઈએ કે, આમ માનવુ' એ માટે ભાગે કલ્પના કે અનુમાન ઉપર વિશેષ આધાર રાખે છે, નહી' કે ઉપલબ્ધ થતી નક્કર હકીકત ઉપર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org