________________
પ૭
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા શેઠની ટ્રકમાં જતા માર્ગેથી એ ટૂકમાં ગયા અને ત્યાંથી રામપળની બારીએ જમીન જેવા જઈ પાછા ફરી ત્યાંથી સિગારેટ પીતાં પીતાં અને પગમાં ચામડાનાં પગરખાં રાખીને છેક મુખ્ય ટૂક એટલે કે દાદાની ટ્રકમાં ગયા અને ટ્રકની અંદર ભમતીના માર્ગમાં છેક રાયણ પગલાંની દેરી સુધી ફર્યા. ભમતીમાં ઠેર ઠેર જેમ નાનાંમોટાં દેરાસરો બનાવેલાં છે તેમ દેરીઓ પણ બનાવી છે તેમાં તેમજ અન્ય સ્થાનેએ પણ જિનપ્રતિમાઓ બિરાજમાન કરેલી હતી. દરબારશ્રીને એમના સાથીઓ સાથે આ રીતે મુખ્ય ટ્રકમાં ફરતા જોઈને ચતુવિધ સંઘના સેંકડો યાત્રિકોની ધાર્મિક લાગણીને ખૂબ જ આઘાત લાગ્યો અને બધાને ન કલ્પી શકાય એટલું દુઃખ થયું. પણ દરબારશ્રીએ તે પિતાના આવા બેફામ વલણમાં કઈ પણ જાતને ફેરફાર કર્યો નહીં, અને આ બધાં સ્થાનમાં ફરીને ગઢની બહાર નીકળી ગયા અને નીચે ઊતરી ગયા. આ મહાન તીર્થની આવી મોટી આશાતના શ્રીસંઘથી કઈ રીતે બરદાસ્ત થઈ શકે એવી ન હતી. જ્યારે આ બનાવ બન્યો તે વખતે એ અંગે એવા સમાચાર વહેતા થયા હતા કે દરબારશ્રી ચામડાના જોડા પહેરીને બીડી પીતાં પીતાં ગઢની અંદરનાં ત્રણ દેરાસરોમાં ફર્યા હતા. પણ આ સમાચાર અંગે પાછળથી ચોકસાઈ કરતાં એ હકીકત જાણવા મળી હતી કે તેઓ આ રીતે કઈ દેરાસરમાં રહેતા ગયા પણ ટૂંકમાં ત્રણ સ્થાનમાં ફર્યા હતા. એટલે આ બનાવ અંગે પેઢી તરફથી જે કંઈ રજૂઆત દરબારશ્રી સમક્ષ કે અંગ્રેજ હકુમત સમક્ષ કરવામાં આવી તેમાં દરબારશ્રી ટ્રકમાં ફર્યા હતા એ જાતની જ ફરિયાદ કરવામાં આવી હતી.
દરબારશ્રી આ રીતે ગઢની અંદર ઠેર ઠેર બૂટ પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ફર્યા એ બધે વખત ગિરિરાજ ઉપર ગઢની બહાર નવી ટ્રકની રચના કરવાની ભાવના ધરાવતા શ્રી નગીનદાસભાઈ ઝવેરી પણ એમની સાથે જ હતા. એમના માટે આ દશ્ય જેમ સાવ અસાધારણ હતું તેમ બિલકુલ અસહ્ય પણ હતું, આ બધું જોઈને એમની વિમાસણ અને વેદનાને પણ કઈ પાર ન રહ્યો હતે. નીચે ઊતર્યા પછી જમીન બાબત વાત કરવા એમને દરબારશ્રીએ બોલાવ્યા હતા. એટલે એક વાર તે તેઓ એમને મળવા ગયા, પણ એમણે જ્યારે એમને ફરીથી મળવા બોલાવ્યા ત્યારે તેઓ દરબારશ્રીને મળવા ન ગયા. આનું મુખ્ય કારણ એ હતું કે, એમણે ગિરિરાજ ઉપર ગઢની અંદર જે દશ્ય જેયું હતું તેથી એમણે ગઢની બહાર નવી ટૂક બાંધવાનો વિચાર જ માંડી વાળ્યું હતું. કદાચ એમને એમ પણ થયું હોય કે જે દરબારશ્રી ગઢની અંદરના ભાગમાં આ રીતે બેફામ ફરી શકતા હોય અને જૈન સંઘની ધાર્મિક લાગણીની સાવ ઉપેક્ષા કરતાં હોય તે ગઢની બહાર મેં બનાવવા ધારેલ નવી ટૂકની હાલત ન માલૂમ કેવી થવા પામે! એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org