________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા એ અભિપ્રાયને અનુરૂપ કહી શકાય એવું જ સૂચન કરતાં એમણે જણાવ્યું હતું કે પાલીતાણા રાજ્ય એ બીજા વર્ગને દરજજો ધરાવતું રાજ્ય છે અને આ લાંબા સમયથી પરેશાન કરતા પ્રશ્નોના નિકાલ માટે એજન્સીની દરમિયાનગીરી માગવાને બદલે જે દરબારશ્રી દ્વારા જ એનું સમાધાન કરવામાં આવે અને એ સમાધાન ઉદારતા અને સહનશીલતાની ભાવનાથી કરવામાં આવે તો વધારે ઉપકારક નીવડશે. આથી ઠાકોર સાહેબને સ્વતંત્ર રીતે વર્તવાની અને સંપૂર્ણ રીતે સ્વીકાર્ય એવા સમાધાનની દિશા ખેલવાની સલાહ આપવામાં આવે છે.
મિ. કેનેડીએ આ પ્રમાણે ફેંસલે આપ્યા પછી, એ ફેંસલામાં જણાવ્યા પ્રમાણે, પેઢીના પ્રતિનિધિઓ તથા દરબારશ્રી કે એમના પ્રતિનિધિ વરચે કઈ મુલાકાત જાઈ હતી કે કેમ અને યોજાઈ હતી તે ક્યારે અને એમાં શી વાતચીત થઈ હતી અને છેવટે શે નિર્ણય લેવામાં આવ્યો હતો એ સંબંધી કશી માહિતી પેઢી પાસેના દફતરમાંથી પ્રાપ્ત થઈ શકી નથી. પણ તા. ૧-૬-૧૯૦૪ ના રોજ પાલીતાણા રાજ્યના કાર્યકારી દીવાનશ્રી દલતરામ મોતીરામની સહીથી એક જાહેરનામુ (નં. ૧/૬૦ એફ ૧૯૦૪) બહાર પાડવામાં આવ્યું હતું તે આવી વાતચીતને અંતે બહાર પાડવામાં આવ્યું હશે એવું અનુમાન થઈ શકે એમ છે. મૂળ અંગ્રેજીમાં બહાર પાડવામાં અવેલું જાહેરનામું આ પ્રમાણે હતું :
આ જાહેરનામાને ભાવ આ પ્રમાણે હતો :
શત્રુંજય ઉપરની ટ્રકમાં ખુલ્લંખુલ્લા ચામડાનાં પગરખાં પહેરીને અને બીડી પીતાં પીતાં દાખલ થવાની પ્રથાને ચાલુ રાખવી એ જૈન કેમની અત્યારની પવિત્રતાની ધાર્મિક લાગણીની વિરુદ્ધ છે. તેટલા માટે તેમજ એઓની ધાર્મિક લાગણીનું બહુમાન થાય અને એમની ઈચ્છાને અમલ થઈ શકે એટલા માટે, લોકેની જાણ ખાતર, આથી જાહેર કરવામાં આવે છે કે, કોઈ પણ વ્યક્તિ ખુલ્લા ચામડાના જોડા પહેરીને અને બીડી પીતાં પીતાં ટ્રકની અંદર દાખલ થઈ શકશે નહીં. તેમજ કેઈ ગુનેગાર ટૂકની અંદર આશરે લીધે હોય અને તેની ધરપકડ કરવાની આજ્ઞા રાજ્યના ન્યાયાધીશે આપી હોય તેવા પ્રસંગ સિવાય બીજા કોઈ પ્રસંગે શસ્ત્રો સાથે ટૂંકમાં કોઈથી દાખલ થઈ શકાશે નહીં. જે કઈ આ હુકમને ભંગ કરશે તે રૂ. ૧૦૦/- સુધીની રકમના દંડને પાત્ર થશે.
સહી હુજુર ઑફિસ
લતરામ મોતીરામ પાલીતાણા, ૧ જૂન ૧૯૦૪
એક. દીવાન, પાલીતાણા સ્ટેટ” આ જાહેરનામુ જૈન સંઘે માન્ય રાખ્યું ન હતું અને પિતાની એ જાહેરનામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org