________________
૭૨
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
કેનેડીએ શેઠ, આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓ ઉપર, તા. ૧-૨-૧૯૦૫ના રાજ (ન, ૬૮૧ ફ ૧૯૦૫) પત્ર લખીને દુલભજીના આ વર્તન અંગે પેાતાના ખેદ વ્યકત કરવાની સાથે દુલભજીને દૂર કરીને એના બદલે બીજા કોઈક જવાબદાર અને હોશિયાર મેનેજરની નિમણૂક કરવાની ભલામણુ કરી હતી.
કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. કેનેડીના ઉપરોક્ત મતલબના કાગળના પેઢી તરફથી તા. ૧૭-૨-૧૯૦૫ તથા તા. ૩-૩-૧૯૦૫ના એમ એ પત્રાથી સવિસ્તર જવાબ આપવામાં આવ્યા હતા. આમાંના ૧૭ મી ફેબ્રુઆરીનેા પત્ર તેા પેઢીના દફતરમાંથી મળી શકયો નથી, પણ એ પત્રના અનુસ ધાનમાં તા. ૩-૩-૧૯૦૫ ના રોજ લખવામાં આવેલ પત્રમાં મિ. રાથફિલ્ડના પાંચે આક્ષેપોના વિસ્તારથી, મુદ્દાસર ખુલાસા આપવામાં આવ્યા હતા. અને સાથે સાથે શ્રી દુલભજીની કામગીરી અંગે મિ. રાથફિલ્ડે જે આક્ષેપ કર્યાં હતા તેના પણ રઢિયા આપીને જણાવવામાં આવ્યું હતું કે શ્રી દુલભજી છેલ્લાં બાવીસ વર્ષથી અમારા મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેથી અમને પૂરેપૂરા સંતાષ છે.
તા. ૧૧–૨–૧૯૦૩ થી શરૂ થયેલ આ પ્રકરણના નિયેટા બે વર્ષ કરતાં પણ વધુ સમય સુધી પેઢી તરફથી, તથા પાલીતાણા રાજ્ય તરફથી, પોતપાતાની રીતે, અનેક રજૂઆત થવા છતાં, ન આવી શકયા તે શેઠ આ. ક. ની પેઢી તરફથી તા. ૩-૩-૧૯૦૫ ના રાજ મિ. કેનેડીને કરવામાં આવેલ અરજી ઉપરથી પણ જાણી શકાય છે. તા. ૩-૩-૧૯૦૫ ના રાજ પેઢી તરફથી મિ. કેનેડી સમક્ષ જે અરજી મેાકલવામાં આવી હતી, તેના મિ. કેનેડી તરફથી કાઈ પણ જાતના જવાબ પેઢીને આપવામાં ન આવ્યે હાય, એ બનવાજોગ લાગતું નથી. પણ આ જવાબ તેમ જ આ આખા પ્રકરણના ઉકેલ કેવા સમાધાનથી થયા તે અંગેના કાઈ હુકમ પેઢીના દફતરમાંથી મળતે નથી. આમ છતાં ચામડાના પટા પ્રકરણની ખાખતમાં તા. ૧૧-૫-૧૯૧૧ના રાજ પાલીતાણા રાજ્યના એડમિનિસ્ટ્રેટર મિ. ડબલ્યુ. સી. ચૂડર આવને જે આર કર્યાં હતા, તેમાંથી પગરખાં પ્રકરણનું સમાધાન કેવા પ્રકારનુ` થયુ` હશે તેની કેટલીક માહિતી મળે છે.
મિ. આવને પેાતાના મજકૂર ફૈસલામાં આ પગરખાં પ્રકરણના નિકાલ સને ૧૯૦૫ ના ઑગસ્ટ મહિનામાં આપ્યાનુ અને એ સમાધાન નીચે મુજબ ત્રણ મુદ્દાનુ· થયું હતું એવુ' નાંખ્યુ` છે.
(૧) ટૂંકમાં ચામડાના જોડા પહેરીને પ્રવેશ ન કરવા.
(૨) ધૂમ્રપાન કરતાં કરતાં ટ્રકમાં ન જવું.
(૩) ગુનેગારને પકડવાના પ્રસ`ગ સિવાય ટ્રેની અ ંદર હથિયાર સાથે દાખલ ન થવુ`.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org