________________
હેપે
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પ્રશ્ન ૩. એ પ્રમાણે થવાથી આશાતના થાય? પ્રશ્ન ૪. ચામડાની વસ્તુઓ લઈ દેરાસર કે ટૂંકમાં જાય તે જૈનોની લાગણી દુભાય કે કેમ?
આ ઉપરાંત વૈષ્ણવધર્મના આચાર્ય, મુંબઈના શ્રી દેવકીનંદન આચાર્યને પણ આ અંગે પૂછાવવામાં આવ્યું હતું. આ બધા તરફથી ચામડાના પટ્ટા પહેરીને દેરાસર કે ટૂકની અંદર દાખલ થવાથી આશાતના થતી હોવાના એકસરખા અભિપ્રાય શાસ્ત્રીય આધાર સાથે લખાઈ આવ્યા એટલે પેઢીની વતી પેઢીના વકીલ શ્રી હરિલાલ મંછારામે પાલીતાણા રાજ્યના એડમિનિસ્ટ્રેટર ટચૂડર ઓવનને, આ બનાવથી જૈન સંઘની લાગણી કેટલી દુભાઈ છે તે ભારપૂર્વક સમજાવ્યું હતું; અને ભવિષ્યમાં આવું ન બને એવો આદેશ જારી કરવા તા. ૧૧-૨-૧૯૧૧ ના પત્રથી વિનંતી કરી હતી.
અહીં એક વાતની નેંધ લેવા જેવી છે કે, પેઢીના પ્રતિનિધિઓએ આ પ્રકરણમાં પાલીતાણું રાજ્ય વિરુદ્ધ અરજી કરીને વાદી નહીં બનવાને અને જ્યારે જરૂર ઊભી થાય ત્યારે પ્રતિવાદી તરીકે કામગીરી બજાવવાને દૂરંદેશીભર્યો નિર્ણય કર્યો હતો. વળી એમ પણ જાણવા મળે છે કે, પેઢી અને જૈન સંઘની માગણી રૂબરૂ સમજાવવા માટે વકીલ શ્રી હરિલાલભાઈ એ એડમિનિસ્ટ્રેટર મિ. ઓવનની ક્યારેક મુલાકાત પણ લીધી હતી. આ પ્રકરણમાં પાછળથી મિ. ઓવને જે સમાધાનકારી વલણ દાખવ્યું અને જૈન સંઘને સંતોષ થાય એ આ પ્રશ્નને નિવેડો લાવી આપે તેમાં આ મુલાકાતે ઘણે અગત્યને ભાગ ભજવ્યો હોય એમ લાગે છે.
- આ પ્રકરણને પૂરેપૂરે નિકાલ આવે તે અગાઉ ચિત્રી પૂનમની યાત્રાના મેળાને પ્રસંગ તા. ૧૫-૪-૧૯૧૧ ના રોજ આવતું હતું. એટલે પેઢી તરફથી મિ. એવન પાસે તા. ૧૦-૪-૧૧ ના રોજ એવો આદેશ જારી કરવાની માગણી કરવામાં આવી હતી કે, કાર્તિકી પૂનમની ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલા માટે આ પ્રસંગે રાજ્યના જે પોલીસે બંબસ્ત માટે ગિરિરાજ ઉપર જાય તે ચામડાના પટ્ટા પહેરીને ટૂંક કે દેરાસરની અંદર દાખલ ન થાય. પેઢીની આ વિનંતી મિ, ઓવને તરત જ માન્ય રાખી હતી, એ ઉપરથી પણ સમજી શકાય છે કે એમનું વલણ આ બાબતમાં કેવું સમાધાનકારી હતું.
આ આદેશની ખબર પાલીતાણું રાજ્યના પોલીસ સુપ્રિ. ને તે સમયસર મળી જ ગઈ હતી; પણ જે પિલીસેને ગિરિરાજ ઉપર તે દિવસે ફરજ ઉપર હાજર રહેવાને આદેશ આપવામાં આવ્યો હતો તેમને એની માહિતી નહીં મળેલી હોવાથી તેઓ પટ્ટા સાથે ગિરિરાજ ઉપર મોટી ટ્રકની અંદર અને બીજે દાખલ થયા હતા. આને લીધે ત્યાં કેટલીક ઉતેજના ફેલાઈ હતી, પણ પોલીસ સુપ્રિ. જ્યારે ઉપર પહોંચ્યા અને એમના ખ્યાલમાં આ વાત આવી એટલે તરત જ એમણે પટ્ટો કાઢીને ટ્રક અને દેરાસરમાં જવાના આદેશનું પાલન કરવા સૂચના આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org