________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ - આ પછી સને ૧૯૦૮ ના ફેબ્રુઆરી માસમાં એજન્સીના સર્જન ડોક્ટર ગિરિરાજ ઉપર એક દરબારી પિલીસ સાથે ગયા હતા. એ વખતે પેઢીના મુનિમ તથા ડુંગર ઈન્સ્પેકટર હાજર હતા અને એમણે પોલીસને એને ચામડાને પટ્ટો કાઢી નાખવા કહ્યું હતું. ત્યારે મુનિમ તથા ડુંગર ઈન્સ્પેકટરને દરબારના પોલીસના કામમાં દખલગીરી નહીં કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ પ્રસંગે પણ એ વખતે કોઈ વિવાદનું રૂપ ધારણ કર્યું હોય એમ જાણવા મળતું નથી.
આ પછી વિક્રમ સંવત ૧૯૬૭ના કાર્તિકી પૂનમ તા. ૧૯ નવેમ્બર સને ૧૯૧૦ના મોટા યાત્રા મેળા પ્રસંગે, બારેક હજાર યાત્રાળુઓ એકત્ર થયા હતા. અને ગિરિરાજ ઉપર બંદોબસ્ત અને જાપ્ત રાખવા માટે કેટલાક દરબારી પિલીસે ગોઠવવામાં આવ્યા હતા. આમાંના કેટલાક પેલીસને જુદી જુદી ટ્રકમાં પણ મૂકવામાં આવ્યા હતા. અને બધા પોલીસે એ ચામડાના પટ્ટા પહેર્યા હતા. ટ્રકની અંદર તેમજ દેરાસરમાં ચામડાની વસ્તુઓ લઈ જવાથી આશાતને થતી હોવાથી આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યા હતા.
- આ વખતે પેઢીના ડુંગર ઇન્સ્પેકટર શ્રી રામચંદ્ર સખારામની સૂચનાથી ચામડાને પટ્ટો પહેરેલ પિલને ટ્રકમાં દાખલ થતા અટકાવવા માટે ટ્રકના દરવાજા બંધ કરાવ્યા હતા. આમ છતાં કેટલાક સિપાઈઓ બળજબરી વાપરીને ટ્રકમાં દાખલ થયા હતા. પણ પેઢીના ડુંગર ઈન્સ્પેકટર તથા બીજા માણસોએ ટ્રકના દરવાજા બંધ કર્યો એ બનાવ અંગે, પિલીસને સેંપવામાં આવેલ બંદે બસ્તના કામમાં હરકત કર્યાને આરેપ મૂકીને ડુંગર ઈન્સ્પેકટર શ્રી રામચંદ્ર સખારામ તથા પેઢીના બે સિપાઈ એ સામે રાયે ફેજદારી ગુનો દાખલ કરીને એમને જામીન ઉપર છેડયા હતા.
આ દરમિયાનમાં દેરાસરમાં અથવા ટૂકમાં ચામડાના પટ્ટા પહેરીને દાખલ થવાથી આશાતના થાય છે તે વાત રાજ્ય સમક્ષ યથાસમયે ભારપૂર્વક રજૂ કરી શકાય તે માટે (૧) પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, (૨) પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, (૩) પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ, (૪) પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ, (૫) પરમ પૂજય પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ, (૬) પરમ પૂજ્ય પંન્યાસ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ તથા (૭) પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજને પત્ર લખીને એમની પાસે શાસ્ત્રોના આધારે નીચે મુજબ પ્રશ્નોના જવાબ મંગાવવામાં આવ્યા. પ્રશ્ન ૧. ટૂંકમાં કે દેરાસરમાં ચામડાના પટ્ટા કે અન્ય વસ્તુઓ લઈને જવું તે સિદ્ધાંત
વિરુદ્ધ છે કે કેમ? પ્રશ્ન ૨. જે વિરુદ્ધ હોય તો તેને શાસ્ત્રોને આધાર શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org