________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ સામેની વિરોધની લાગણી, તે પ્રગટ થયું તેના સવા મહિના બાદ તા. ૮-૭-૧૯૦૪ ના રેજ મુંબઈ સરકારને અરજી કરીને, વ્યક્ત કરી હતી. આ બાબતમાં મુંબઈ સરકારને જે અરજી કરી હતી તેની નકલ તે ઉપલબ્ધ થઈ નથી, પણ એ સંબંધી માહિતી પેઢી તરફથી મિ. ડબલ્યુ. પી. કેનેડી ઉપર તા. ૩-૩-૧૯૦૫ ના રોજ મેકલવામાં આવેલ એક અરજીમાંના આ શબ્દો ઉપરથી મળે છે : “વળી જાહેરનામુ (જેને અમારા દ્વારા વિરેધ કરવામાં આવ્યો છે અને તા. ૮-૭-૧૯૦૪ના રોજ મુંબઈ સરકારને કરવામાં આવેલ અરજીને એક મુદ્દો છે.)”
વળી, આ જાહેરનામા સામેના જૈન સંઘના વિરોધની લાગણીને ઉલ્લેખ મુંબઈના ગવર્નર લેડ લેમિંટનને પેઢી તરફથી કરવામાં આવેલ અરજીની તારીખ તથા સહી વગરની છે નકલ સચવાઈ રહી છે, તેમાં પણ જોવા મળે છે. આ અરજી સને ૧૯૦૫ના મે મહિના દરમિયાન કે તે પછીની કઈ તારીખે કરવામાં આવી હોય એવું અનુમાન એ અરજીમાં સચવાયેલી તા. ૩-૫-૧૯૦૫ ની એક ઘટનાના ઉલ્લેખ ઉપરથી થઈ શકે છે.
આ જાહેરનામા સામેના જૈન સંઘના વિરોધનું મુખ્ય કારણ એમાં મૂકવામાં આવેલા ચાર શબ્દો હોય એમ લાગે છે. એ ચાર શબ્દો આ પ્રમાણે છે: (૧) ખુલ્લંખુલ્લા (bare), (૨) પ્રથા (Practice), (૩) ચાલુ રાખવી (continuance), (૪) અત્યારની (Present).
જાહેરનામામાં મૂકવામાં આવેલા આ ચાર શબ્દો એવી ગેરસમજૂતી અથવા બેટી હકીકતનું સમર્થન કરતા હતા કે, આ જાહેરનામા અગાઉના સમયમાં ચામડાના ઉઘાડા બૂટ સાથે દેરાસરમાં પ્રવેશ કરવાની પ્રથા ચાલુ હતી અને જેન કેમની અત્યારની લાગણીને ધ્યાનમાં લઈને એ બંધ કરવામાં આવે છે, પણ વાસ્તવિક સ્થિતિ તે એ હતી કે આ જાહેરનામુ પ્રગટ કરવામાં આવ્યું તે પહેલાંના સમયમાં પણ ઘણું જૂના વખતથી ટ્રકમાં ચામડાના જોડા પહેરીને દાખલ ન જ થઈ શકાય એવી માન્યતા પ્રચલિત હતી. અને જ્યારે પણ એને ભંગ થતો ત્યારે જૈન કેમની ધાર્મિક લાગણી દુભાયા વગર ન રહેતી. લેડ લેમિંટનને કરવામાં આવેલી અરજીમાં મજકુર જાહેરનામામાંના આ ચાર વાંધાજનક શબ્દો માટે, એટલે કે જાહેરનામાની ભાષાને, મુખ્ય મુદ્દાને ઢાંકપિછોડે કરે એવી ચતુરાઈભરી ભાષા તરીકે ઓળખાવી હતી.૪
એમ લાગે છે કે આ જાહેરનામા સામે પેઢીના પ્રતિનિધિઓએ મુંબઈ સરકાર સમક્ષ પિતાને તા. ૮-૭-૧૯૦૪ના રોજ જે વિરોધ નેધાવ્યું હતું તે ઉપરથી મુંબઈ સરકારે કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. ડબલ્યુ. પી. કેનેડીને આ બાબતમાં દરમિયાનગીરી કરીને પાલીતાણા રાજય અને જેને કેમ વરચે કઈક સંતેષકારક સમાધાન કરાવી આપવાનું સૂચવ્યું હતું. મુંબઈ સરકારે મિ. કેનેડીને આવું સમાધાન કરાવી આપવાનું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org