________________
પહ
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા લાગણી દુખવાને કારણે અત્ર જાત્રાને માટે આવેલ નીચે સહી કરનાર હિન્દુસ્તાનના સર્વ જૈન સંઘ ચૈત્ર વદ ૨ જે પાલીતાણામાં આવેલી શેઠ મોતીશાની ધર્મશાળામાં એકત્ર થઈ દલેઝાનથી દુખેલી લાગણનું પ્રદર્શન કરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ ચલાવનાર આપ પ્રતીનિધી સાહેબને થએલા અકૃત્યનું નીવારણ કરવાને માટે યોગ્ય બંદોબસ્ત કરવા સાથે હવે પછી તે પવિત્ર શત્રુંજય તીર્થાધિરાજના આપણા તાબાની ગઢની અંદરના આપણા ભાગમાં તેવી આશાતનાના અકૃત્ય ન બને તેમ બંદેબસ્ત કર વાને માટે વિનંતિ કરે છે ને આશા રાખે છે જે તેને બંદેબસ્ત કરી જૈન પ્રજાના અતિશય દુખાયેલા મનને જેમ બને તેમ જલદીથી શાંતી કરશે.”
તા. ૧૧-૨-૧૯૦૩ ના રોજ પાલીતાણાના દરબારશ્રી પોતાના દીવાનશ્રી વગેરે માણસ સાથે ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર ગઢની અંદરના ભાગમાં પગરખાં પહેરીને સિગારેટ પીતાં પીતાં દાદાની મુખ્ય ટૂક સહિત ત્રણ સ્થાનમાં ફર્યા તેની સામે શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર પ્રતિનિધિઓ તરફથી પહેલી અરજી તા. ૧૭-૨-૧૯૦૩ ના રેજ એજન્ટ ટુ ધ ગવર્નર ઈન કાઠિયાવાડના મિ. એચ. એ. કવીનને કરી હતી. આ અરજીમાં આ બનાવની વિગતે રજૂ કરીને જૈન સંઘને જે અન્યાય થયો હતો તેની સામે ઘટતાં પગલાં ભરવાની માગણી કરવામાં આવી હતી. આ અરજી પેઢીની વતી વકીલ શ્રી સાંકળચંદ રતનચંદ અને શ્રી હરિલાલ મંછારામે ભાવનગર મુકામે કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટને હાથોહાથ આપી હતી. એ વખતે મિ. કવીને એ અરજી પેઢીના વકીલેને પાછી આપી હતી અને વધારામાં એવું સૂચન કર્યું હતું કે આ બાબતમાં તમારે સૌથી પહેલાં પાલીતાણાના દરબારશ્રી સમક્ષ રજૂઆત કરવી અને જે ત્યાંથી તમને સંતોષ ન થાય તે પછી અમારી પાસે આવવું.
મિ. કવીનની આ સલાહ અનુસાર પાલીતાણાના દરબારશ્રીને તા. ૨-૩-૧૯૦૩ ના રેજ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી આ ઘટનાની બાબતમાં ફરિયાદ કરીને ન્યાયની માગણી કરવામાં આવી હતી. પણ આનું પરિણામ પેઢીના પ્રતિનિધિઓની ધારણા મુજબ જેન સંધની વિરુદ્ધ જ આવ્યું એટલું જ નહીં, પણ આ બનાવની રજૂઆત આ રીતે કડક ભાષામાં કરવા બદલ પાલીતાણાની રાજસત્તા રોષે ભરાઈ હતી તે વાત આ અરજી ઉપર પાલીતાણાના દીવાનશ્રી ગણપતરાવ એન. લાડની સહીથી નીચે મુજબ કડક શેર કરવામાં આવ્યો હતો તે ઉપરથી જોઈ શકાય છે. પા. હ. એ. અ. નં. (૭૫૭)
નામદાર ઠાકોર સાહેબ તખ્તનશીન થયા ત્યારથી મોટી ઉદારતા વાપરી શ્રાવકેના લાભકારક કામ કર્યા છતાં પિતાની જાતને માટે અસભ્યતા ભરેલા શબ્દ વાપરી તમારા અહી ખાતાના નેકરોના લખવા ઉપરથી ઠાકોર સાહેબ તથા તેમના અમલદારો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org