________________
૪
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ દ્વારા બરાબર અમલ થતું રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. એટલે જ્યારે પણ કઈ રાજ્યમાન્ય વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિ છેક પ્રાચીનકાળથી ચાલી આવતી આ માન્યતાને ભંગ કરે છે ત્યારે તીર્થભૂમિની મોટી આશાતના થયાનું એ માને છે. અને એને લીધે શ્રીસંઘમાં દુઃખ અને રોષની લાગણી પ્રસરી જાય છે. પાલીતાણાના દરબારશ્રીના તા. ૧૧-૨-૧૯૦૩ ના પગલાથી તેમજ તા. ૧૧-૪-૧૯૦૩ ના રોજ એમના સિપાઈઓએ અપનાવેલ વલણથી જૈનસંઘને ઘણે માટે આઘાત લાગ્યો હતો. તેથી મિ. આચ્છીએ પાલીતાણા દરબારના ટૂકમાં પગરખાં પહેરીને તથા સિગારેટ પીતાં પીતાં ફરવાના હકને માન્ય રાખ્યો હતો અને એમ કરવામાં એમને કઈ છેટો ઈરાદે ન હતે એ વાત કોઈ રીતે જૈન સંઘને માન્ય થઈ શકે એવી હતી જ નહીં. પરિણામે મિ. આશ્મીના ચુકાદા પછી પણ આ ઘટના સામે જૈનસંઘને અસંતોષ ચાલુ જ રહ્યો હતે.
- અહીં મિ. આને ન્યાય આપવા માટે એટલું સ્વીકારવું જોઈએ કે, એમણે પોતાના ફેંસલામાં ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન થવા ન પામે અને શ્રાવકોને તીર્થની આશાતના થયાના અસંતોષની ફરિયાદ કરવાને વખત ન આવે એટલા માટે પોતાના ફેંસલાના અંતભાગમાં કેટલાંક સૂચને પણ કર્યા હતાં, જે આ પ્રમાણે છે :
અમદાવાદ, ભાવનગર અને વઢવાણનાં જિનમંદિરમાં જૈનતરો માટે પણ મંદિરના વંડાની બહાર બૂટ ઉતારવાની અને ટ્રકમાં બીડી પીવાના નિષેધની પ્રણાલિકા ચુસ્તપણે પાળવામાં આવે છે તેને મને સંતોષ છે. આ પ્રકારને જ આ કેસ હોઈ શ્રાવકોને માટે પવિત્ર એવા શ્રી શત્રુંજય ઉપર પણ તે પ્રણાલિકાને અનુસરવાનું જાહેર કરવામાં આવે. ચામડાનાં પગરખાં પહેરવાં અને બીડી પીવી તે શ્રાવકની લાગણી દુભાવનાર હેઈતેની સામે પ્રતિબંધ મૂકે, આથી પાલીતાણાના રાજવીઓએ ભવિષ્યમાં બૂટ અને હથિયારો સાથે, બીડી પીતાં પીતાં ટ્રકમાં પ્રવેશતાં અટકવું અને પિલીસ, રાજયના કરે અને પ્રજાજનોને તેમ કરતાં રોકવાના હુકમો કરવા.”
સામાન્ય રીતે મિ. આશ્મીના ફેંસલાનાં ઉપર ટાંકવામાં આવેલ સૂચને, જે ખરી રીતે આજ્ઞાકારી ફેંસલા જેવું મહત્ત્વ ધરાવતાં હતાં તે ઉપરથી એમ લાગે છે કે ભવિષ્યમાં આવી શોચનીય ઘટના બનવા ન પામે એવી જોગવાઈ એમણે કરી હતી. આમ છતાં એમણે પિતાના આ ફેંસલામાં પાલીતાણુના દરબારશ્રી પોતાના દીવાન વગેરે સાથે પગરખાં પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ફર્યા હતા એમાં ન તો એમણે કઈ ગુને કર્યો હતો કે એમ કરવામાં ન તે એમને કઈ છે ઈરાદે હતો એમ જે કહ્યું હતું એ બે મુદ્દા સ્વીકારવા પિઢીના વહીવટદાર પ્રતિનિધિએ કઈ પણ રીતે તૈયાર ન હતા. તેથી એમણે તા. ૧૯-૮-૧૯૦૩ ના રોજ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્ન૨ મિ. એચ. એ. કવીનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org